ટામેટાના છે ઘણા ગુણધર્મો: કેન્સરથી લઈને ડાયાબિટીસ માટે છે ફાયદાકારક

ટામેટા આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જેને તમે ભાગ્યે જ જાણતા હશો. તમને જણાવીએ કે, તે કેવી રીતે આપણને મોટા રોગોથી બચાવે છે. ટામેટા માત્ર શાકનો સ્વાદ જ વધારે છે એવું નથી, પરંતુ તે સ્વસ્થ પણ રાખે છે. ટામેટાં એ એન્ટીઓંકિસડન્ટોનો ખજાનો છે. ટામેટાં વિટામિન સી,લાઇકોપીન, વિટામિન,પોટેશિયમ પણ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત, કોલેસ્ટ્રોલ ઘટાડતા તત્વો પણ આમાં પર્યાપ્ત છે.

વજન ઓછું કરવા માંગતા લોકો માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. પરંતુ ટામેટાની સૌથી મોટી વિશેષતા એ છે કે, ટમેટા રાંધ્યા પછી પણ તેના પોષક તત્વો રહે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ, ટામેટાંની અંદર લાઇકોપીન જેવા એન્ટીઓંકિસડન્ટો મળી આવે છે.જે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. ટામેટાંના નિયમિત સેવનથી પ્રોસ્ટેટ કેન્સર, ફેલોપિયન ટ્યુબ્સ, ગળા, પેટ, સ્તન કેન્સરનું જોખમ પણ  ઓછું થાય છે.

ટામેટાંની અંદર ઘણી કેલરી હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે સવારના નાસ્તામાં બે ટમેટાં લો છો, તો તે પોષક તત્ત્વોની સાથે વજન ઘટાડવામાં પણ અસરકારક રહે છે. ટમેટાંની અંદર લાઇકોપીન મળી આવે છે જે સીરમ લિપિડ ઓંક્સિડેશનને અટકાવે છે.તે ફક્ત હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, પરંતુ તેના નિયમિત સેવનથી ટ્રાઇગ્લાઇસેરાઇડનું પ્રમાણ પણ ઓછું થાય છે.

ટામેટાંથી પાચન શક્તિને પણ મજબૂત બનાવી શકાય છે.તેની અંદર કેલરી, સલ્ફર વગેરે જોવા મળે છે,જે લીવર માટે ખૂબ ઉપયોગી છે અને તે ગેસ થવાંની શક્યતાઓ પણ દૂર કરે છે. ટમેટાંની અંદર ક્રોમિયમ જોવા મળે છે. જે બ્લડ સુગરને નિયંત્રિત અને સંતુલિત કરે છે. તે પેશાબમાં ખાંડની ટકાવારીને નિયંત્રિત કરે છે. આ જ કારણ છે કે, ટામેટાનું નિયમિત સેવન ટાઇપ સી-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *