બિગ બોસના નવા પ્રોમોને જોઈને સોશિયલ મીડિયાના યુઝર્સમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો બિગ બોસની 14 મી સીઝનને બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’ ની 14 મી સીઝન સારું થતાની સાથે જ તે ખુબ વિવાદમાં આવી રહ્યો છે.
તાજેતરમાં જ બિગ બોસનો પ્રોમો કલર્સ ચેનલના ઓંફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં સિદ્ધાર્થ શુક્લાને ફસાવવા માટે રૂબીના દિલાક, નિક્કી તંબોલી, જાસ્મિન ભસીન અને પવિત્ર પૂનિયાને ટાસ્ક આપવામાં આવ્યુ હતું. બુધવારના એપિસોડની શરૂઆતમાં સિદ્ધાર્થ શુક્લાને ટેટૂ આર્ટિસ્ટ અને યુવતીઓને તેનો ગ્રાહક બતાવવામાં આવ્યા હતા.
શોનો પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયાના યુઝર્સમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો બિગ બોસની 14 મી સીઝનનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. શોનો પ્રોમો સામે આવ્યા પછી, બાયકોટ કરવાનું શરૂ કર્યું અને લોકો તેને અશ્લીલ અને મૂર્ખ કહેવા લાગ્યા.
.@ColorsTV we witness so many rape cases everyday and this is what you are promoting? objectifying women on NTV for a “task”? Its time that we should raise our voice against it and #BoycottBB14
(copied) pic.twitter.com/G2XQGatcnI— Be Positive (@sayantidey13) October 7, 2020
બિગ બોસના પ્રોમોમાં છે શું:
પ્રોમોમાં, સિદ્ધાર્થ શુક્લાને બાઇક પર બતાવવામાં આવ્યો છે, તે પોતાના પર પાણી અને ગંદકી કરતો જોવા મળે છે. પ્રોમો માં, છોકરીઓ તેને સાફ કરતી બતાવવામાં આવી છે. લોકોને આ વીડિયો પસંદ ન આવ્યો હતો અને તેઓ કહે છે કે આ વિડીયો અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે.
It’s high time that Bigg Boss must be boycotted. The last season they promoted violence and this season vulgarity. @BiggBoss don’t you think it is your responsibility to promote the good stuffs?!! Especially when you are watched by a good portion of audience #BOYCOTTBB14
— आदित्य राज (@AdityaRaj5026) October 7, 2020
યુઝર્સએ શું કહ્યું:
એક યુઝરે લખ્યું, “આ યોગ્ય સમય છે કે, બિગ બોસનો બહિષ્કાર કરવો જોઈએ. બિગ બોસ-13 માં હિંસાને પ્રોત્સહાન આપ્યું હતું અને બિગ બોસ આ સિઝનમાં અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહી છે. બિગ બોસ એવું નથી માનતા કે તમે સારા કાર્યોને પ્રોત્સાહન આપે. અને એ જવાબદારી તમારી છે? ખાસ કરીને જ્યારે મોટા હિસ્સામાં પ્રેક્ષકો આ શો જોઈ રહ્યો હોય.”
Bb14 is full of filth, vulgarity, cheap trash,,
Indecency,,,
A girl crying over washing clothes to the girls leaping and pouncing over a man for the sake of tasks…..
This season seems too dull,,and yes @ColorsTV it has lost the tag of family show now.— Nikita☆ (@Nikita4521) October 7, 2020
બીજા યુઝરે એક ટ્વિટમાં કહ્યું, “અમે દરરોજ બળાત્કારના ઘણા કેસો જોઇ રહ્યા છીએ અને આ કલર્સ ટીમ તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે.કોઈ એક કાર્ય માટે અશ્લીલતા બતાવી રહ્યા છે.આ સમય જ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle