૩૦ વર્ષીય યુવાને ઘરે બેઠાં ઓનલાઇન બિઝનેસની કરી શરુઆત, ફક્ત પાંચ જ વર્ષમાં મળી એટલી સફળતા કે…

ઇ-કોમર્સ પ્લેટફોર્મથી મદદથી સામાન્ય લોકોની ખરીદી સરળ બનાવી દીધી છે. આને લીધે સમગ્ર દેશમાં ઇ-કોમર્સનો વ્યવસાય સતત વધતો જઈ રહ્યો છે. આને પરિણામે, ઇ-કોમર્સની કંપનીઓની સાથે જોડાયેલ એના સેલર્સને પણ ફાયદો મળી રહ્યો છે.

આજે અમે વાત કરીશું ઉત્તરપ્રદેશમાં આવેલ આગ્રાના સેલર હરીશ ધર્મદાસાનીની. જેઓ વિવિધ ઇ-કોમર્સ પ્લેટફોર્મની સાથે જોડાઈને ઓનલાઈન વ્યવસાય કરી રહ્યો છે. હાલમાં એમનું વર્ષે ટર્નઓવર કુલ 30 કરોડ રૂપિયાથી વધારે રહેલું છે.

પિતાના મૃત્યુ પછી હોલસેલની દુકાન પર શરૂઆત કરી :
હરીશે જણાવતાં કહ્યું હતું કે, એમનો પરિવાર રાજસ્થાનનાં ટોક જિલ્લામાં આવેલ માલપુરા ગામમાં ફૂટવેરનો નાનો વેપાર કરતો હતો. જ્યારે હરીશ અંદાજે 18 વર્ષનો હતો ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. પિતાનું અવસાન થઈ ગયા બાદ તેઓ પોતાના પારિવારિક વ્યવસાયને યથાવત્ રાખવા ઈચ્છતા હતા પણ એમનો ફૂટવેર વ્યવસ્થિત રીતે ચાલતો ન હતો.

આને લીધે તેઓએ ઓફફલાઈન સ્ટોર બંધ કરી દીધો. વર્ષ 2008માં હરીશે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આગ્રામાં આવેલ એક હોલસેલની દુકાનમાં નોકરીની શરૂઆત કરી દીધી. શરૂઆતમાં હરીશને માત્ર 6,000 રૂપિયા મળતા હતા. ઘણા વર્ષો સુધી નોકરી બાદ હરીશની સેલરી કુલ 30,000 રૂપિયા થઈ ગઈ.

નોકરી વખતે ઓનલાઈન સેલર સાથેની મુલાકાતથી બદલાઈ ગયું જીવન :
હરીશે જણાવતાં કહ્યું હતું કે, તે નોકરીથી સંતુષ્ટ ન હતો. નોકરી કરતી વખતે હરીશની મુલાકાત એવા લોકો સાથે થઈ કે, જેઓ ઓનલાઈન વ્યવસાય કરતા હતા. આ મુલાકાતથી હરીશને પણ ઓનલાઈન બિઝનેસની શરૂઆત કરવાની પ્રેરણા મળી.

ત્યારબાદ એણે ફૂટવેર બનાવનારની સાથે મળી કોઈપણ જાતના રોકાણ વિના ઘરેથી જ મેન્સ ફૂટવેરના વેચાણનો ઓનલાઈન બિઝનેસની શરૂઆત કરી. એની માટે એણે ઘરમાં જ નાનો સેટઅપ તૈયાર કર્યો. હરીશ ઘણા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સની સાથે જોડાયો.

શરૂઆતમાં તો ઓર્ડરની સંખ્યા ખુબ ઓછી હતી. ઓગસ્ટ વર્ષ 2015માં ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટથી જોડાયો તથા એના બિઝનેસને ગતિ મળી. માત્ર 30 વર્ષીય હરીશ કુલ 5 વર્ષમાં જ એક સફળ ઓનલાઈન બિઝનેસમેન બની ગયો. હાલમાં નફો રળી આપતો ધંધો કરી રહ્યો છે.

કુલ 2-3 કરોડ રૂપિયાની માસિક રેવન્યુ :
હરીશ જણાવતાં કહે છે કે, શરૂઆતમાં તો એને ઓર્ડરને લઈને ખુબ મુશ્કેલી પડતી હતી. જ્યારે હરીશે બિઝનેસની શરૂઆત કરી હતી ત્યારે એને દરરોજ માત્ર 2-3 ઓર્ડર જ મળતા હતા. ઓર્ડરની સંખ્યા ખુબ ઓછી હોવાને લીધે હરીશે ઘણીવાર ધંધો બદલાવી નાખવાનો વિચાર કર્યો હતો.

આ દરમિયાન પરિવારે ખાસ કરીને તો એની પત્નીએ હિંમત આપી, એનું કારણ છે કે, હાલમાં હરીશને દરરોજ અંદાજે 5,000 ઓર્ડર મળી રહ્યા છે. હાલમાં હરીશની માસિક રેવન્યુ કુલ 2-3 કરોડ રૂપિયા છે. જ્યારે વાર્ષિક રેવન્યુ કુલ 30 કરોડ રૂપિયાથી વધારે છે, એમની પાસે કુલ 25 લોકોની ટીમ છે. હરીશની બ્રાંડનું નામ ‘લાયસા’ છે.

તમે પણ કરી શકો છો ઓનલાઇન બિઝનેસ :
હરીશનું માનવું છે કે, કોઈપણ વ્યક્તિ ઇ-કોમર્સ પ્લેટફોર્મની મદદથી ઓનલાઈન બિઝનેસ કરી શકે છે. તેના માટે ફક્ત ધૈર્ય તથા થોડી તાલીમની જરૂર રહેલી છે. તમે તમારી બ્રાંડ રજિસ્ટર કરાવીને પણ ઓનલાઈન બિઝનેસ કરી શકો છો. હરીશના જણાવ્યા પ્રમાણે, ઓફફલાઈન બીઝનેસમાં પોતાની બ્રાંડને ઓળખ આપવી ખુબ મુશ્કેલ પડે છે પણ મોટા ઇ-કોમર્સ પ્લેટફોર્મની સાથે જોડાઈ તમારી બ્રાંડને ઝડપથી ઓળખ મળી જાય છે.

આની સાથે જ સફળ થવાની શક્યતા પણ વધારે રહે છે. ત્યારબાદ તમારી બ્રાંડ જ તમારી ઓળખ હોય છે. મોટા ઇ-કોમર્સ પ્લેટફોર્મ તમને તાલીમની સુવિધા પણ આપે છે. ખાસ વાત તો એ છે કે, ઓછા રોકાણ તથા નાના સેટઅપની મદદથી પણ ઓનલાઈન બિઝનેસની શરૂઆત કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *