સુરતની ભાજપ સંચાલિત મનપામાં વધુ એક કરોડોનું કૌભાંડ, ખીચડી બાદ હવે કૂતરાની નસબંધી કરવામાં પણ…

ગુજરાતમાંથી અવાર-નવાર કોઈને કોઈ મોટા-મોટા કૌભાંડ સામે આવતા રહે છે ત્યારે આજે ફરી એક વખત આવું જ એક કૌભાંડ સુરતમાંથી સામે આવ્યું છે. આં પહેલા પણ સુરતમાંથી ખીચડી કૌભાંડ સામે આવ્યું હતું. હજુ તો આ ખીચડી કૌભાંડ પૂરું થયું નથી ત્યાં તો 4 કરોડનું કૂતરા કૌભાંડ સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, SMC દ્વારા છેલ્લા 6 વર્ષમાં કૂતરાઓને પકડવા અને ખસીકરણ કરવા માટે 3.47 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલા સવાલોના જવાબ આપતાં પાલિકાએ કહ્યું કે, ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા છ વર્ષમાં 47,133 કૂતરાઓ પકડવામાં આવ્યાં છે. જો કે, RTI કરનારે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે.

તુષાર મેપાણી નામના RTI એક્ટિવિસ્ટ દ્વારા પાલિકાને કરવામાં આવેલા સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2014થી સપ્ટેમ્બર 2020 સુધીમાં કુલ 47,133 કૂતરાઓનેપકડવામાં આવ્યાં છે. પકડાયેલા કૂતરાઓ પૈકી 43,791 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા નસબંધી માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા શરતોને આધિન હૈદરાબાદની વેટ્સ સોસાયટી ફોર એનિમલ વેલ્ફેર એન્ડ રૂરલ ડેવલપમેન્ટને 3.7 કરોડની કામગીર સોંપવામાં આવી હતી. જેમાં જાન્યુઆરી 2014થી સપ્ટેમ્બર 2020 દરમિયાન 3.47 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે જ પાંજરાઓના કલરકામ માટે 1.67 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, 35 કરોડનું ખીચડી કૌભાંડ, 8 કરોડનું સ્મશાન કૌભાંડ, 10 કરોડનું પતરા કૌભાંડ, 2 કરોડનું કચરાપેટી કૌભાંડ, 5 કરોડનું ઈન્જેક્શન કૌભાંડ, 15 લાખનું આઈફોન કૌભાંડ અને 10 કરોડના અનાજ કૌભાંડ બાદ સુરત મ્યુનિસિપલ ચોર્પોરેશનનું નવું નજરાણું 4 કરોડનું કૂતરા કૌભાંડ પણ સામે આવ્યું છે. RTI એક્ટિવિસ્ટ તુષાર મેપાણીએ કહ્યું કે, હાલ કૂતરાંઓનો ત્રાસ વધી રહ્યો છે. જેથી મેં પાલિકા પાસે જવાબ માંગ્યો હતો. જેમાં પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં કૂતરાંઓનો ત્રાસ વધી રહ્યો છે. પાલિકા દ્વારા અગાઉ પણ અનેક કૌભાંડ કરાયા છે. ખિચડી કઢીથી લઈને ઈન્જેક્શન અને અન્ય કૌભાંડ કરવામાં આવ્યાં છે. જેમાં આ કૂતરાંઓ પાછળ કરવામાં આવેલ ખર્ચ પણ એક કૌભાંડ જ છે. જેમાં યોગ્ય તપાસ નહી થાય તો ઉપર સુધી લડત ચલાવવામાં આવશે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, અમે પાલિકાના શાસકો દ્વારા થતી ગેરરીતિનો મુદ્દો સામાન્ય સભામાં ઉઠાવીશું. જવાબ નહીં મળે તો ઉપર પણ આ પ્રશ્ન ઉઠાવીશું અને લોકોની વચ્ચે આ મુદ્દાને લઈ જવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *