પાવાગઢના દર્શને જતા સુરતના યાત્રાળુઓને નડ્યો ગંભીર અકસ્માત, એકસાથે 11ના મોત

Published on: 11:08 am, Wed, 18 November 20

વડોદરાની પાસે અમદાવાદ શહેર બાજુ જતાં વાઘોડિયા રોડ પાસે બ્રિજ પર આજ રોજ વહેલી સવારનાં સમયે ચાર વાગ્યાનાં સુમારે એક ટેમ્પો તેમજ ડમ્પર અથડાતા 15 જેટલા વ્યક્તિને ઈજા થઈ હતી. આ અકસ્માતમાં કુલ 11 વ્યક્તિનાં મૃત્યુ થયું હોવા અંગેનું જાણવા મળ્યું છે. તેમાં 5 મહિલા, 2 બાળક તેમજ 4 પુરુષ છે બાકીનાં 16 જેટલા વ્યક્તિઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખેલ છે. મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ વિધિ ચાલુ છે.

વડોદરા શહેરનાં કપુરાઈ ચોકડી થી અમદાવાદ શહેર બાજુ જવાના રસ્ત પર બાયપાસ પાસે વાઘોડીયા રોડ બ્રિજ પર એક ટેમ્પોમાં 15 કરતા વધારે વ્યક્તિ બેસીને જતા હતા તે સમયે સામેથી આવતા ડમ્પરની સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને લીધે ટેમ્પોમાં બેઠેલા વ્યક્તિઓ ફસાઈ ગયા હતાં.

આ ઘટનાની જાણ વડોદરા શહેરના ફાયર બ્રિગેડને થતાં બનાવ સ્થળે પહોંચી ગયા અને ત્યાં ફસાયેલા કુલ 15 વ્યક્તિને બહાર કાઢીને તુરંત સારવાર માટે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.

અકસ્માતનાં ઘટનાને પગલે વડોદરાનાં બાયપાસ ઉપર સતત 1 કલાક સુધી ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતની ઘટનામાં ટેમ્પોમાં બેસીને કુલ 15 વ્યક્તિ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા હતાં. તેઓ સુરત શહેરનાં રહેવાસી હોવા અંગેનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle