હાલમાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં રોડ પર શાકભાજી અથવા તો ફળોની લારીઓ લઈને વેપાર કરતાં લોકોની વિરુદ્ધ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવિ રહી છે. પાલિકાનાં દબાણ ખાતા દ્વારા થતી કામગીરીની વિરુદ્ધ શાકભાજીના વિક્રેતાઓ વિરોધ કરી રહ્યાં છે.
પુણા વિસ્તારમાં આવેલ સીતાનગર ચોક ખાતે શાકભાજી સહિતની લારીઓ પર ધંધો કરતાં વિક્રેતાઓ દ્વારા શર્ટ કાઢીને અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. પાલિકાની કામગીરીથી સામાન્ય લોકોને શોષણ થતું હોવાના આરોપની સાથે નારેબાજી કરવામાં આવી રહી છે. લોકોએ નારેબાજી કરતાં જણાવે છે કે, પાલિકાનું અમાનુષી વર્તન બંધ કરવામાં નહી આવે તો તેઓ પાસે પહેરવા કપડાં પણ બચશે નહી.
લારીઓ ઉઠાવી જઈને દંડ કરવામાં આવે છે:
રામભાઈ દેવીપૂજકે જણાવ્યું કે, પુણા વિસ્તારમાં આવેલ સીતાનગર ચોક ખાતે શાકભાજી તથા ફળોની લારીઓ લઈને કેટલાંક લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. લોકડાઉન પછી એમનો ધંધો ઠપ થઈ ગયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે.
જો કે, પાલિકાના અધિકારીઓ છાસવારે આવીને એમની લારીઓ જપ્ત કરી જાય છે. આની સાથે જ દંડ ફટકારે છે. જેને લીધે આ સમયમાં દંડના રૂપિયા પણ ભેગા થતા નથી ત્યારે ધંધો કેમ કરવો એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
સુરત: પાલિકાના અધિકારીઓ દ્વારા લારીઓ ઉઠાવી જતાં વિક્રેતાઓએ અર્ધનગ્ન થઈ વ્યક્ત કર્યો પોતાનો વિરોધ -જુઓ વિડીયો pic.twitter.com/RtVWqqnCG8
— Trishul News (@TrishulNews) October 16, 2020
કપડાં કાઢીને વિરોધ વ્યક્ત કર્યો:
અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શિત કરતાં શાકભાજીના વિક્રેતાઓએ જણાવતાં કહ્યું હતું કે, અમારી લારીઓ પાલિકા દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. અમારી પાસે પહેરવા માટે કપડાં માંડ એક જોડી રહ્યાં છે. એ પણ અમે આપી દેવામાં માંગીએ છીએ એટલે જ અર્ધનગ્ન થઈને શર્ટ આપવા માટેની તૈયારી દર્શાવી છે. અમને ધંધો નહી કરવા દેવામાં આવે તો અમારા પરિવારની પાસે કશુ જ બચશે નહી.
છોકરાની પાસેથી દંડ લેવામાં આવ્યો હતો:
થોડા દિવસો પહેલાં પણ સુરત શહેરમાં આવેલ કતારગામ વિસ્તારમાં ફક્ત 15 વર્ષીય છોકરાની પાસેથી કુલ 400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા પછી પાલિકાની કામગીરીની વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારપછી ફળવાળાની પાસેથી દંડ લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle