‘કૌન બનેગા કરોડપતિ’ શો નાં ઇતિહાસમાં સૌપ્રથમવાર અમિતાભ બચ્ચન સાથે બની આ ઐતિહાસિક ઘટના -જુઓ વિડીયો 

Published on: 3:55 pm, Fri, 16 October 20

કોરોના વચ્ચે બોલિવૂડ જગતનાં શહેનશાહ અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ કરી રહ્યા છે. આ શૉ TV જગતનો સૌથી લોકપ્રિય TV શૉઝમાંથી એક છે. ગયા ગુરુવારના એપિસોડમાં અમિતાભ બચ્ચને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમ્યા વિના જ કન્ટેસ્ટન્ટને હોટસીટ પર આવવાનો ચાન્સ આપવામાં આવ્યો હતો.

આ કન્ટેસ્ટ્ન્ટ એટલે કે, પશ્ચિમ બંગાળથી આવેલ રુના સાહા. રુનાએ સતત કુલ 2 વખત ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમીને જીતી શકી નહી. જેને કારણે એ ખુબ જ ઇમોશનલ થઇ ગઇ હતી તેમજ એ સેટ પર જ રડવા લાગી હતી. જેને જોઇ બિગ-બી પણ ઇમોશનલ થઇ ગયા હતાં તથા એમને સ્ટેજ પર બોલાવી લીધા હતાં.

જ્યારે બચ્ચને એને સ્ટેજ પર બોલાવવામાં આવી ત્યારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. અમિતાભે રુનાને સમજાવ્યું કે, હવે રડવાનો સમય જતો રહ્યો છે તેમજ હવે ટિશ્યુનો સમય આવી ગયો છે. રુનાને જણાવતાં કહ્યું કે, હવે સ્ટેજ પર હોટસીટ પર બેસવાનો સમય આવી ગયો છે.

ત્યારબાદ રુના હોટસીટ પર બેઠી તથા વિધઆઉટ લાઇફલાઇન કુલ 10,00 રૂપિયાનો પડાવ પાર કરી દીધો હતો. રુનાએ જણાવતાં કહ્યું કે, કેવી રીતે ઓછી ઉંમરમાં જ એના લગ્ન થઇ ગયા તેમજ લગ્ન કર્યાં પછી એનો મોટાભાગનો સમય કામમાં જ પસાર કરતી હતી પણ તે હંમેશાથી પોતાની ઓળખાણ બનાવવા માટે ઇચ્છતી હતી.

 

View this post on Instagram

 

Meet our contestant RUNA SAHA tonight at 9 pm in #KBC12 only on Sony TV. @amitabhbachchan @spnstudionext

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle