જાણો કોણે આપી કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને મારી નાખવાની ધમકી

સુરત શહેરનાં ખટોદરા -આંજણાનાં કોંગ્રેસ કોર્પોરેટરને ધમકી મળી છે. લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે અનનું નામનાં શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી. સ્થાનિક વિસ્તારમાં ચાલી રહેલા દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિ બાબતે કોંગ્રેસ કોર્પોરેટરે બંધ કરવા માટે પોલીસમાં અરજી કરી હતી.

સ્થાનિક લોકોની FIRનાં આધારે કોંગ્રેસ કોર્પોરેટરે કરેલી અરજી પછી તેને ધમકી મળી હતી. અરજી પછી રાતનાં 12 વાગ્યાની આસપાસ અરસામાં લિસ્ટેડ બુટલેગરે ધમકી આપી હતી. કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા સલાબતપુરા પોલીસ મથકે FIR નોંધાવવા માટે પોહચ્યા હતા. પોલીસે કોર્પોરેટરની રજુઆત સાંભળી તપાસ ચાલુ કરી છે.

કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલ વાળા ને જાનથી મારી નાખવાની ધમકી મળી…

લિસ્ટેડ બુટલેગર અંનુ એ જાનથી મારી નાખવાની ધમકી આપી..
સુરત શહેરનાં માન દરવાજા,ઉમરવાડા તેમજ ભાઠેનાં સ્લમ વિસ્તારમાં ચાલતાં દારૂ અને જુગારનાં અડ્ડાને બંધ કરાવવા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી. ગઈકાલનાં રોજ લેખિત રજુઆત પછી મોડી રાતે રિંગ રોડ સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે લગભગ 12.20ની આસપાસ ધમકી આપવામાં આવી. સ્થાનિક લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે તેનાં મિત્રો સાથે આવીને, અડ્ડાઓ બંધ કરવા માટેની રજુઆત અસલમ સાઇકલ વાળાનું પિક્ચર ખતમ કરી, જાનથી મારી નાંખવા માટે ધમકી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *