આપને ક્યારેય એવો પણ વિચાર આવ્યો છે કે, ભિખારીની પાસે લાખો રૂપિયા મળી શકે છે. ભિખારી તો દરરોજ ભીખ માંગીને ખાતો હોય તો એની પાસે આટલા બધાં રૂપિયા ક્યાંથી આવે એવું સૌ કોઈ વિચારતા હશે. આપણે ભિખારીનો વેશ જોઈને એમની વાસ્તવિક પરિસ્થિતિને સમજવામાં ભૂલ કરીએ છીએ.
હકીકતમાં તો એ ભિખારીનાં હોય. આપણે કેટલીક એવી ઘટના સાંભળી હશે કે, ભિખારીના ઘરમાંથી લાખો રૂપિયા મળી આવ્યા હોય. મુંબઈમાં આવેલ ગોવંડી રેલવે સ્ટેશન પર એક ભિખારીનું લોકલ ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસને એનું મોત થયાંની જાણ થઈ ત્યારે એના પરિવારજનોની શોધ કરવા માટે તેના ઘરે પહોંચી તો તેમના હોંશ ઉડી ગયા.
રેલવે પોલીસ જ્યારે એના ઘરે પહોંચી ત્યારે એમને રૂપિયાથી ભરેલ બેગ તથા થેલીઓ મળી. જેમાં અંદાજે 2,00,000 રૂપિયાના સિક્કાઓ તથા રોકડા હતા, જેને ગણતા પોલીસને લગભગ 8 કલાકનો સમય લાગ્યો હતો. રોકડ રકમની સાથે જ પોલીસને તેના ઘરમાંથી કુલ 8.77 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટના પેપર્સ પણ મળ્યા છે.
ભિખારીનાં પેન કાર્ડ, આધાર કાર્ડ તથા સિનીયર સિટીઝન કાર્ડને આધારે તેનું નામ બિરદી ચંદ આઝાદ તરીકેની થઈ હતી. તે રાજસ્થાનનો રહેવાસી હતો. જેના પછી પોલીસે એના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, ભિખારીના કુલ 4 દીકરા રાજસ્થાનમાં રહે છે તથા એક પુત્ર જે એની સરનેમનો ઉપયોગ કરે છે તે મુંબઈમાં રહે છે.
આઝાદની પત્ની એના એક દીકરાની સાથે રાજસ્થાનમાં રહે છે. ભિખારીના એક દીકરાએ જણાવ્યું કે, તેઓ તેના પિતાની સાથે કોઈ સંપર્કમાં ન હતા. છેલ્લે એમણે કુલ 2 વર્ષ અગાઉ એમની સાથે વાતચીત કરી હતી. ઓથોરિટીને ખાતરી થયા પછી જ આઝાદનાં મૃતદેહને એનાં દીકરાને સોંપવામાં આવશે. વાશીનાં વરિષ્ઠ ઈન્સપેક્ટર નંદકુમાર સ્સતેએ જણાવ્યું કે, અમને જાણ ન હતી કે, એમના પુત્રો હવે કેમ આવ્યા છે અને પહેલા અમારે એમના તમામ દસ્તાવેજ જોવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle