સરથાણા બ્રીજ નીચે ગેરકાયદેસર વસવાટ કરીને ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો સામે જાગૃત નાગરિકે કરી ફરિયાદ

ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતમાં આવેલ સરથાણા વિસ્તારમાં બ્રિજની નીચે ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં લોકોની વિરુદ્ધ એક જાગૃત નાગરિકે અવાજ ઉઠાવ્યો છે. તેઓએ સુરત શહેરના કમિશનરને અરજી લખતા જણાવ્યું છે કે, સરથાણા જકાતનાકા બ્રીજની નીચે આવેલ માર્ગ અમારો રોજિંદો અવર-જવરનો રસ્તો છે.

અમો અરજદારને દિવસમાં ઘણીવાર આ રસ્તા પર અવરજવર થતી રહેતી હોય છે ત્યારે આ અરજીના માધ્યમથી આપનું નમ્ર ધ્યાન દોરતા રજૂઆત કરવાની છે. આપશ્રીના હકૂમત વિસ્તારમાં આવેલ નેશનલ મોલથી સરથાણા જકાતનાકાથી સીમાડા પેટ્રોલપંપ સુધીના સરથાણા ફલાય ઓવરની નીચે ઘણા લોકો ગેરકાયદેસર રીતે મકાન બનાવીને પોતાના પરિવારની સાથે રહે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની સારસંભાળ, સ્વચ્છતા તથા દેખરેખના કારણોસાર શહેરના ઘણાં બ્રિજની નીચે પાર્કિંગ કરનાર નાગરિકોની પાસેથી પાર્કિંગ ચાર્જનું ઉઘરાણું કરે છે તો સરથાણા ફલાય ઓવર નીચે રહેતા આ લોકોની પાસેથી પણ વસવાટ કરવા માટેનો કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવે છે કે કેમ? જો સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા બ્રિજની નીચે પાર્કિંગ સિવાયની પ્રવૃતિ માટે કોઈ ચાર્જ લેવામા આવતો નથી તો પછી આ ગેરકાયદેસર વસવાટની વિરુદ્ધ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?

બ્રિજની નીચે દબાણ કરી ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલ લોકો દ્વારા જાહેરમાં ચુલો સળગાવીને ધુમાડો કરી વાયુનું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તથા ખાવાનો એંઠવાડ રોડ પર તથા આજુબાજુમાં ફેંકીને ખુબ ગંદકી ફેલાવીને સરકારી મિલકતની સુંદરતા બગાડવામાં આવી રહી છે. આની સિવાય બ્રિજની નીચે રહેતા લોકો દ્વારા ત્યાં જ શૌચક્રિયા કરીને અસ્વચ્છતા ફેલાવી આજુબાજુના વિસ્તારમાં રોગચાળો અથવા તો દુર્ગંધ ફેલાય એવું કરવામાં આવી રહ્યું છે.

આમ, બ્રિજની નીચે શૌચ-પેશાબ કરી, એંઠવાડ ફેંકી આજુબાજુમાં ગંદકી ફેલાવવામાં આવી રહી છે જે ખુબ ગંભીર બાબત છે. સુરત મહાનગરપાલિકાએ ઘરવિહોણા લોકો માટે વિવિધ વિસ્તારમાં રેન બસેરા બનાવવામાં આવ્યુ તથા ગરીબો માટે આવાસ પણ બનાવવામાં આવ્યા છે. એમ છતાં પણ બ્રિજ નીચે રહેતા લોકોને આજદિન સુધી રેનબસેરામાં અથવા તો આવાસ યોજનામાં સ્થળાંતર ન કરી, આવા લોકોને સરકારી મિકલતોમાં અથવા તો એની આજુબાજુમાં ગેરકાયદેસર રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે જે ખુબ ગંભીર બાબત છે.

ભારતના બંધારણના ભાગ – 4(ક) ના અનુચ્છેદ 51(ક)(જ) મુજબ પર્યાવરણનું જતન કરવાની તથા 51(ક)(ટ) સરકારી સરકારી મિલકતોની જાળવણી કરવાની નાગરિકોની ફરજ છે. આની સિવાય બ્રિજની નીચે રહેતાં લોકો ઘણીવાર જાહેરમાં ઝઘડો કરીને ડરનો માહોલ ફેલાવે છે તથા આ લોકો દ્વારા જાહેરમાં ગાળાગાળી કરીને અભદ્ર વર્તન કરી જાહેર વટેમાર્ગુ તથા ખાસ કરીને રસ્તે આવતી-જતી મહિલાઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે.

આ બ્રિજની નીચે રહેતા લોકોએ દારૂ તથા ગાંજાનું વેચાણ કરવા વિશે છાપાઓમાં સમાચાર પણ છાપવામાં આવ્યાં છે તથા સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ થયા છે. આમ, બ્રિજની નીચે રહેતા લોકો પ્રતિબંધિત નશીલા તેમજ કેફી પદાર્થોનો સંગ્રહ, કબજો અને એનું વેચાણ કરીને સમગ્ર સમાજમાં બદીરૂપ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. બ્રિજની નીચે આસાનીથી દારૂ તથા ગાંજો મળી રહેતો હોવાથી દેશનું યુવાધન નશા બાજુ આગળ વધી રહ્યું છે.

જે બિલકુલ અયોગ્ય, દુ:ખદ તથા ગેરકાયદેસર છે. આ બ્રિજ વરાછાનો મેઇન રોડ હોવાથી સંપૂર્ણ દિવસ તથા મોડી રાત સુધી અસંખ્ય વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે બ્રિજની નીચે રહેતા લોકો રોડ પર રખડતાં હોય છે તથા બિનજરૂરી રીતે ટ્રાફિકને અવરોધ થાય એ રીતે બેસતા હોય છે. આ લોકોના બાળકો દિવસ દરમ્યાન તથા રાત્રીનાં સમયે રસ્તા પર અવરજવર કરતાં હોય તથા રમતા હોય છે.

આથી ગમે ત્યારે કોઈ વ્યક્તિ કોઈ વાહનના અડફેટે આવી જાય તો જીવલેણ અકસ્માત થવાની પૂરેપુરી શક્યતા રહેલી છે. સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેર પોલીસના સીધી રીતે જવાબદાર અધિકારી તરીકે આપ બંનેને સંયુક્ત રીતે લાગુ પડતી જાહેર પ્રજાને લાગુ પડતી બાબત હોવાંથી ઉપરોક્ત બાબતે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરીને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે, ગંદકી બંધ કરવામાં આવે, બ્રિજની નીચે ગેરકાયદેસર વસવાટ કરીને બ્રિજને નુકશાન પહોચાડતા લોકોની વિરુદ્ધ સરકારે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ પ્રમાણે ગુનો નોંધવામાં આવે.

કોર્પોરેશનના જવાબદાર અધિકારી તરીકે આ લોકોની વિરુદ્ધ ગુનો નોંધવા માટે પત્ર લખવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જો અમારી ઉપરોક્ત બધી જ રજુઆતોને ગંભીરતાથી લેવામાં આવશે નહી તો ભવિષ્યમાં આ બ્રિજની નીચે કોઈપણ ગુનાહિત પ્રવૃતિ બનશે કે દારૂ ગાંજો વેચતા પકડાશે કે ગંદકીને લીધે આરોગ્ય વિષયક સમસ્યાઓ થશે કે કોઈ જીવલેણ અકસ્માત થશે ત્યારે આપ શ્રી તથા હાલ ફરજ પરના બધાં જ અધિકારીની ગુનાહિત ઈરાદાપૂર્વકની નિષ્કાળજી તરીકે ધ્યાનમાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *