માતાની પ્રેરણાદાયી વાર્તા સાંભળી અમિતાભ બચ્ચને એકની એક દીકરીને આપી દીધા આટલા લાખ રૂપિયા

ટીવી ગેમ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ-12’ની હાલમાં શરુ છે. શોમાં આવતા દરેક સ્પર્ધકની હિંમતથી ભરેલી સ્ટોરી જોવા મળે છે. હાલમાં જ અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર નવી મુંબઈની સ્વરૂપા દેશપાંડે આવ્યા હતા. સ્વરૂપા એ સિંગલ મધર છે અને તેણે શોમાં 1 લાખ 60 હજાર રૂપિયા જીત્યા છે. અમિતાભ બચ્ચને તેમને પ્રેરણાદાયક ગણાવીને તેની દીકરી માટે મદદનો હાથ લંબાવ્યો છે.

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સૌથી વધુ ઝડપથી અને સાચો જવાબ આપીને સ્વરૂપા દેશપાંડે હોટસીટ પર આવ્યા હતા. હોટસીટ પર આવ્યા બાદ તેમણે 9 સવાલના જવાબ આપવામાં જ ચારેય લાઈફલાઈન વાપરી લીધી હતી. દસમા સવાલમાં સ્વરૂપા અટકી ગયા હતા અને તેમણે રમત છોડી દીધી હતી.

તેઓએ 1 લાખ 60 હજાર રૂપિયા જીત્યા છે. અમિતાભ સામે સ્વરૂપા એ જણાવ્યું કે તેઓ પનવેલ વિસ્તારમાં રહે છે તેઓં સિંગલ મધર છે. અને એકલા બંને બાળકોને ઉછેર કરી રહ્યા છે. તે પોતાના બાળકોની દરેક જરૂરિયાતો પૂરી કરવાની સાથે પોતાનું ઘર ખરીદવાનું સ્વપનું પણ જોઈ રહ્યા છે.

સ્વરૂપાની હિંમતભરી સ્ટોરી સાંભળીને અમિતાભે પણ તેમના વખાણ કરતા કહ્યું, ‘જે તમે કરી રહ્યા છો તે ઘણી મહિલાઓ માટે પ્રેરણારૂપ થશે. ભલે જીવનમાં સંઘર્ષ હોય, બદનામી સહન કરવી પડે, પણ હું અહીંયા જ રહીશ. સ્વરૂપાને ઘણી મહિલાઓ માટે પ્રેરણા ગણાવીને અમિતાભે તેની દીકરીને 5 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *