ગુજરાતના આ ટીકટોક સ્ટારને એવી શું મજબુરી ઉભી થઇ કે કહેવું પડ્યું આજે રાતે હું આપઘાત કરીશ!

ચીનની સાથે ચાલી રહેલ વિવાદને લઈ થોડા સમય પહેલાં ચીનની એપ્લીકેશનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આમાંની એક એપ્લીકેશન છે TIK-TOK. ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવેલ TIK-TOK ને કારણે ઘણાં કલાકારો સ્ટાર બની ગયાં છે.

આવો જ એક સ્ટાર બનાસકાંઠામાં આવેલ સુઈ નામના ગામમાં જન્મેલ ચંદન રાઠોડ ટિક-ટોક પર વિવિધ વીડિયો બનાવીને લોકોનું મનોરંજ કરાવીને લોકચાહના પણ મેળવી ગયો હતો. જો કે, આ ગુજ્જુ લવ ગુરૂએ આત્મહત્યા કરવાની ધમકી આપતો એક વીડિયો બનાવવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ  થઈ રહ્યો છે.

હકિકતમાં એના મત પ્રમાણે પ્રજાપતિ સમાજની લાગણી દુભાવતા એક વીડિયો પછી એને મોતની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ પછી ગુજ્જુ લવ ગુરુએ પોતે આપઘાત કરી લેવાની ધમકી આપતો એક વીડિયો બનાવ્યો છે. ચદન રાઠોડે આ વીડિયોમાં જણાવ્યું હતું કે, જો કોઈ મારી નાખવાની વાત કરતા હોય તો હું એ કરવાનો નથી.

કારણ કે, મારા ઘરનો હું એક માત્ર આધાર છે. મારા પર દેવું હતું એટલે હું મારા ઘરનું દેવું ભરવા માટે આ બધુ કરતો હતો. મારાથી જે ભૂલ થઈ છે એનાં બદલ મેં માફી માંગી છે પણ હજુ લોકો મને ધમકી આપતા મેસેજ કર્યાં કરે છે. હું આજે રાત્રે આપઘાત કરી લઈશ તથા એની જવાબદારી પ્રજાપતિ સમાજની રહેશે.

તમે લોકો મારા ઘરનું દેવું ભરજો તથા મારા પરિવારનું ધ્યાન રાખજો, બરાબર છે. આજે હું અલવિદા લઈશ, બાકી બધા લોકોને લવ યુ ઓલ, આજે મારું દિલ ખૂબ ખુશ છે. આ વીડિયોમાં ચંદન જણાવી રહ્યો છે કે, એના કોઈ પહેલાંના વીડિયોથી પ્રજાપતિ સમાજની લાગણી દુભાઈ છે.

હકિકતમાં આ મામલે તપાસ કરતા માલુમ પડે છે કે, ચંદનના કોઈ વીડિયોમાં એણે કોઈ શબ્દપ્રયોગ કર્યો છે જે પ્રજાપતિ સમાજની માટે અપમાન જનક છે. આ મામલે ઉત્તર ગુજરાતમાં હોબાળો મચી ગયો હતો તથા ચંદન રાઠોડને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.

ચંદન રાઠોડ ઉત્તર ગુજરાતના સોશિયલ મીડિયામાં ‘ગુજ્જુ લવ ગુરુ’ના નામથી ખુબ પ્રખ્યાત છે. જો કે, એના મતે આ વીડિયો એ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે તૈયાર કરતો હતો. સોશિયલ મીડિયાની આ શક્તિમાં એક નકારાત્મક શબ્દોએ આજે લવગુરુને મરવા માટે મજબૂર કર્યો હોવાનો એણે દાવો કર્યો છે. જો કે, આ વીડિયો વાયરલ થયા પછી બનાસકાંઠા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે.

જો કે, આ વિડિયો બાદ હવે આ કલાકારે નવો વિડીયો મુક્યો છે અને કહ્યું છે કે હવે હું નહી મરું, પ્રજાપતિ સમાજ દ્વારા તેને માફ કરવામાં આવ્યો છે અને તેને સપોર્ટ કરનારા લોકોનો તેણે આભાર માન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *