રૂપિયા કમાવાની ભૂખ શું નથી કરાવતી તેનું તાજુ ઉદાહરણ સુરતની ભાજપની મહિલા કોર્પોરેટર નીતા સાવલિયાએ પૂરું પડ્યું છે. પ્રધાન મંત્રી લોન યોજના હેઠળ અનેક લોકોને લોન આપવાનું કહી તેમની પાસે લોનના ડોક્યુમેન્ટ જમા કરવી સભ્યોના નામે લોન લેવામાં આવી હોવનું પણ બહાર આવ્યું હતું.
સરકાર તરફે રૂપિયા 25 હજારની લોન પાસ કરાવી આપવાની સ્કીમમાં જરૂરી ડોક્યુમેન્ટ લીધા બાદ નીતા સાવલિયાએ તેનું અસલ પોત પ્રકાશ્યું હતું. અને આ ડોક્યુમેન્ટ ના સહારે તેના થકી લોન પાસ કરવાઈ હતી. સમગ્ર કૌભાંડ બહાર આવતા આગામી દિવસોમાં નીતાબેન સાવલિયાનો ભાંડો ફૂટી જવાની સંભાવનાઓ નકરી શકાય તેમ નથી
સુરતમાં ભાજપની કોર્પોરેટર નીતા સાવલિયા અને મળતીયાઓએ સ્થાનિક મહિલાઓને પ્રધાનમંત્રી તરફથી 25 હજારની સહાય મળશે એવી વાતો કરી તેમની પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવીને તેમના નામે લોન લેવાની કોશિશ કરી છે. આ બાબતે પોલીસ કમિશનર અને કાપોદ્રા પોલીસ મથકે અરજી કરાઈ છે.
સુરતના કાપોદ્રામાં રહેતા કાપડ વેપારી જયેશ ભલાણીના પત્ની આશાબેને કાપોદ્રા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનરમાં અરજી આપી છે. અરજીમાં જણાવ્યા મુજબ એકાદ વર્ષ પહેલાં તેમના દીકરાના મિત્રની માતા શિતલબેને આશાબેનને જણાવ્યું હતું કે કોર્પોરેટર નીતા સાવલીયાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી તરફથી 18 વર્ષથી વધુ ઉમરની મહિલાઓને સરકાર તરફથી દર વર્ષે 25 હજારની સહાય મળશે. તે માટે આધારકાર્ડ-પાનકાર્ડ-ફોટો નીતા સાવલિયાને આપવાના છે. આશાબેને તેમની દીકરી, ભાભી વર્ષાબેન અને અસ્મીતાબેને પણ નીતા અને તેના પતિ મહેશને ડોક્યુમેન્ટ આપ્યાં હતા.
દસ દિવસ પહેલાં શીતલબેને વર્ષાબેનને ફોન કરીને કહ્યું કે તમારી ફાઈલ આવી છે તેના પર સહી કરવાની છે. તે ફાઈલ જોતા ખબર પડી કે તેમના નામે 25 લાખની મશીનરીને લગતી લોનની પ્રક્રિયા ચાલી રહી છે. આશાબેનના પતિએ સીએ પાસે તપાસ કરાવતા ખબર પડી તેમની દીકરીના નામે કોઈએ રીટર્ન પણ ભરી દીધા છે. તેમની ફાઈલ જોતા તેમાં ભારેશ શિંગાળા અને નીતા સાવલિયાનું ગેરેન્ટર તરીકે નામ હતું. આશાએ નીતા સાવલિયા, તેના પતિ મહેશ, સીએ કૌશિક સવાણી,નરેન્દ્ર કોટડિયા મોહિત અને ભારેશ શિંગાળા વિરુદ્ધ પોલીસ કમિશનર ,કાપોદ્રા પોલીસ સ્ટેશન, સીઆઈડી અને ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. હજુ ગુનો નોંધાયો નથી. કાપોદ્રા પીઆઇ એમ.કે.ગુર્જરે જણાવ્યું હતું કે અરજી મળી છે. તપાસ કરીને પુરાવાઓ ભેગા કરીને ગુનો દાખલ કરાશે.
ટોળકીએ આશા ભાલાણી પાસેથી તમામ ડોક્યુમેન્ટ લીધા હતા.આશા ભાલાણીએ પોતાના સીએ પાસે તપાસ કરાવતા ખબર પડી કે ટોળકીએ રિટર્ન માટેનો પાસવર્ડ પણ ગેરકાયદેસર રીતે નવો બનાવ્યો હતો.