શિકારની પાછળ દોડેલા દીપડાનો, લાખો લોકોએ જોયો આ વિડીયો – તમે જોયો કે નહિ?

સોશિયલ મીડિયા પર ઘણીવાર કોઈને કોઈ વીડિયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતા રહેતાં હોય છે. આવા વિડીયો જોતજોતામાં ખુબ વાયરલ પણ થઈ જતાં હોય છે.…

સોશિયલ મીડિયા પર ઘણીવાર કોઈને કોઈ વીડિયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતા રહેતાં હોય છે. આવા વિડીયો જોતજોતામાં ખુબ વાયરલ પણ થઈ જતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ ઘણાં લોકો ચોંકી ગયાં છે. આ વીડિયો એક દીપડાનો છે. આ વિડીયોમાં દીપડો પોતાના શિકારનો પીછો કરતો જોવા મળે છે પણ માર્ગ વચ્ચે આવેલ એક ઊંચા દરવાજાને એ કુદકો મારીને પાર કરી દે છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો ક્યાંનો છે, એની હજુ સુધી પુષ્ટી થઈ શકી નથી. આ વિડીયોને ટ્વીટર પર ‘ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ’ના અધિકારી સુશાંત નંદા દ્વારા શૅર કરવામાં આવ્યો છે. આની ઉપરાંત મુંબઈમાં આવેલ ‘વાઇલ્ડ લાઇફ બાયોલોજિસટ’ નિકિત સુર્વેએ પણ શૅર કર્યો છે. આ વીડિયોને જોઈને ઘણાં લોકો આશ્વર્યમાં મુકાઈ ગયા છે.

એને લઈ લોકો પોતાની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ વીડીયોમાં નાના પ્રાણીની તો ઓળખ થઈ શકતી નથી પણ વિડીયોમાં જોઈ શકાય છે કે, એની પાછળ ખૂબ જ ઝડપથી દોડતો એક દીપડો જોવા મળી રહ્યો છે. આ દૃશ્ય CCTV માં કેદ થયું છે. આ વીડિયોમાં નાનું પ્રાણી 20 ફુટ ઊંચા દરવાજાની નીચેથી સરકીને ભાગવામાં સફળ રહે છે પણ પાછળ પડેલ દીપડાએ દરવાજો જ કૂદી જાય છે.

બીજી બાજુ ઘણાં લોકોનું માનવું છે કે, નાનું પ્રાણી કૂતરું હતું તો કેટલાક લોકોનું જણાવવું છે કે એ બિલાડી હતી. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે આ ઘટના રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબૂની છે. આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 1.26 લાખથી વધારે લોકોએ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *