વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘રાષ્ટ્રીય એકતા દિન’ની ઉજવણી માટે આજે રોજ એટલે કે, 30 ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે આવવાનાં છે. જેને કારણે આખરી તબક્કામાં તૈયારીનઓ ચાલી રહી છે. કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હોવાને કારણે અહીં પોલીસ જવાનોના પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં. જેમાંથી કુલ 21 પોલીસ જવાનોના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેને કારણે કોરોનાથી સંક્રમિત પોલીસકર્મીઓને રાજપીપળા કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
હાજર રહેલ તમામ પોલીસ જવાનોના કરવામાં આવ્યા કોરોના ટેસ્ટ :
31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્તિથીમાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે કુલ 15 બટાલિયન પરેડ થવાની છે. જેને કારણે બધાં જ પોલીસકર્મીનાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં બધાં જ પોલીસકર્મીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જેમાંથી કુલ 21 પોલીસ જવાનોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને કારણે કોરોનાથી સંક્રમિત દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આની પહેલા પણ SRP જવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા.
કેવડિયાની કુલ 2 દિવસીય મુલાકાતે આવશે :
‘રાષ્ટ્રીય એકતા દિન’ની ઉજવણીમાં PM નરેન્દ્ર મોદી કેવડિયાની કુલ 2 દિવસની મુલાકાત લેવાં માટે આવી રહ્યાં છે. તેઓ 30મીએ રાત્રી રોકાણ કરશે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ બાદ PM નરેન્દ્ર મોદી સૌપ્રથમ ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પાંચમી વાર કેવડિયા આવી રહ્યાં છે. અહીં તેઓ વિવિધ કુલ 12 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 31મીએ વહેલી સવારે 6:30 વાગ્યે તેઓ આરોગ્ય ઔષધિય વનનું પણ ઉદ્દઘાટન કરશે. કુલ 17 એકર જમીનમાં ફેલાયેલ ‘વિશ્વ આરોગ્ય ઔષધિ વન’ના યોગ ગાર્ડનમાં તેઓ માત્ર 10 મિનિટ યોગ-પ્રાણાયામ પણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle