રાજ્યમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં આવેલ વડોદરા શહેરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.
ઠગાઈ તથા દુષ્કર્મના ગુનામાં હાલ જેલની હવા ખાઈ રહેલ બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે વર્ષ 2013-’17 ના સમયગાળા દરમિયાન 10મા ધોરણના વેકેશનમાં ગુરુની સેવામાં રહેલ કિશોરીને ‘તારા શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરીશ’ એવું જણાવી એની સાથે કુલ 12 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીએ પોલીસમાં નોંધાવતા હોબાળો મચી ગયો હતો.
કિશોરીને તારા મોઢામાંથી દુર્ગંધ આવે છે એવું કહીને માઉથ ફ્રેશનરના નામે ઘેનયુક્ત ગોળી ખવડાવીને એની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કિશોરીએ લગાવ્યો હતો. એની આ માયાજાળમાં તેની બીજી કુલ 3 શિષ્યાઓ દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા અને ઉન્નતિ જોશી પણ સામેલ હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં લગાવવામાં આવ્યો હતો.
યુવતી મંદિરમાં સેવા કરવાં માટે જતી હતી:
હાલમાં યુવતી બની ચૂકેલ પણ વર્ષ 2013માં 10મા ધોરણમાં અભ્યાસ કરતી માત્ર 13 વર્ષીય કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કહ્યું હતું કે, એના પિતા વારસિયા બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિર ઘણીવાર દર્શન કરવા માટે જતા હતા. સત્સંગમાં પ્રશાંત ઉપાધ્યાયથી પ્રભાવિત થયેલ એનો પરિવાર પણ વારસિયા મંદિરમાં જતા હતા.
એને માથાના વાળની તકલીફ હોવાને કારણે પિતાએ પ્રશાંત ઉપાધ્યાય ડોકટર હોવાથી એમની દવા લઇએ એવું જણાવતા પ્રશાંતે એમને ઘડિયાળ સર્કલ પાસે આવેલ યોગક્ષેમ બિલ્ડિંગમાં આવેલ દવાખાને બોલાવ્યા હતા. જેને કારણે ત્યાં જતાં તેની દવા પણ આપી. ત્યારબાદ પણ પ્રશાંતથી પ્રભાવિત થઈને વારસિયા મંદિર ખાતે ઘણીવાર સેવા કરવાં માટે જતી હતી.
યુવતીને પ્રશાંતે રૂમમાં બોલાવીને અશોભનીય વર્તન કર્યું હતું :
ત્યારપછી વેકેશનમાં પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી ત્યારે પગ દબાવવાનાં નામે પ્રશાંતે એને એના રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ દિશાને એને ગુરુજીના રૂમમાં મોકલી હતી. પ્રશાંતે બંને ગાલ પર હાથ મૂકી ‘તું મને બહુ ગમે છે આઇ લવ યુ’ એમ કહ્યું હતું.
જેને કારણે તે ગભરાઈ ગઈ હતી તેમજ પ્રશાંતથી દૂર રહેવાનો પ્રયાસ કરતી હતી. જો કે, ત્યારપછી પ્રશાંતે તારા શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરીશ એમ જણાવ્યું હતું તેમજ દિશા અને દીક્ષાએ તેને ફરીથી પ્રશાંતની પાસે મોકલી હતી.
પ્રશાંતે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી :
પ્રશાંતે તારા મોંમાંથી દુર્ગંધ આવે છે માઉથ ફ્રેશનરની ગોળી લઈ લે એવું કહીને ગોળી આપતા એણે ખાઈ લીધી હતી. જેથી એને ઘેન ચડ્યું હતું. ત્યારબાદ પ્રશાંતે એની સાથે શારીરિક અડપલા કર્યા હતા તેમજ કુલ 2 વાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કોઈને આ વાત ન કરવાની ધમકી આપીને દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા તથા ઉન્નતી જોશી પણ ત્યાં નીચે હોવા છતાં તે બચાવવા માટે આવી ન હતી.
ત્યારપછી એને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કિશોરી અને તેના પરિવારને સમાજમાં બદનામ થવાના ડરે ફરિયાદ કરી ન હતી. પ્રશાંતની વિરુદ્ધ એનાં ભક્તોએ ફરિયાદ નોંધાવી છે એવી જાણ થતાં એણે હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી.
વિડીયો વાઇરલની ધમકી આપીને આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય :
યુવતીએ આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે, એની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું તેમજ વિડીયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. દિશા સચદેવા ઉર્ફે જોન અને દીક્ષા જસવાની ઉર્ફે સીમા અને ઉન્નતી જોશીને સમગ્ર જાણ હોવા છતાં પ્રશાંતની મદદ કરી રહી હતી.
સત્સંગના નામે બિભત્સ વીડિયો મોકલ્યા :
કિશોરી જ્યારે પણ પ્રશાંતના આશ્રમમાં જતી ત્યારે તે ઘણીવાર એની સાથે દુષ્કર્મ આચર્યું હોવાથી ત્યાં જવાનું છોડી દીધું હતું. એના માતા-પિતા આશ્રમમાં જતા પ્રશાંતે એમને આ સત્સંગનો વિડીયો છે, તમારી છોકરીને આપજો એવું કહીને મેમરી કાર્ડ આપ્યું હતું. યુવતીએ મેમરી કાર્ડ જોતા એમાં એનો કેપ્રી વાળો વિડિયો હતો. જેની પરિવારને જાણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle