કોરોના વચ્ચે સુરતની આ સ્પેશીયલ ઘારી બની આકર્ષણનું કેન્દ્ર – એક કિલોનો ભાવ સાંભળી આંખો પહોળી થઇ જશે

તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈઓનું વેચાણ વધતું જાય છે ત્યારે ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક આશ્વર્યજનક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં આવેલ સુરત શહેરનો ચંદીપડવો તથા ચોખ્ખા ઘીની ઘારી..ચંદીપડવો હોય અને સુરતની ઘારી યાદ ન આવે એવું કેમ બને..?

આમ તો સમગ્ર દેશમાં શરદ પૂર્ણિમાનાં ઉત્સવની ઉજવણી કરવામાં આવે પરંતુ સુરતીઓ આ ઉત્સવને કંઇક અલગ જ અંદાજમાં ઉજવે છે. આ વર્ષ દરમિયાન ચંદીપડવો રવિવારે આવી રહ્યો છે. જેની ઉજવણી કરવાં માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. એક અંદાજ મુજબ સુરતી લાલાઓ માત્ર 1 દિવસમાં કુલ 60,000 કિલોથી પણ વધારે ઘારીની જયાફત ઉડાવશે.

જો કે, કોરોનાને લીધે લોકો બહાર નીકળશે નહી તેમજ તંત્ર પણ આ બાબતે સ્પષ્ટ અપીલ કરી છે. આની ઉપરાંત દિવાળીનો તહેવાર પણ ખુબ નજીક આવી રહ્યો છે. આ વખતે તમામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે મીઠાઈની એક દુકાન. જેમાં માત્ર 1 કિલો ઘારીની કિંમત છે અધધ કુલ 9,000 રૂપિયા. આ ઘારી ‘ગોલ્ડન ઘારી’ તરીકે ઓળખાય છે.

શાં માટે સ્પેશીયલ છે આ મીઠાઈ ?
સામાન્ય રીતે આ મિઠાઈ કુલ 820 રૂપિયે પ્રતિ કિલો સુધી વેચાય છે પણ આ પારંપારિક મિઠાઈમાં એક નવા જ પ્રયોગથી સ્પેશિયલ બનાવવામાં આવી છે. એમાં સોનાનું વરખ ચડાવવામાં આવ્યું છે. જેને લીધે જ આ ગોલ્ડન ઘારી આટલી મોંઘી મળી રહી છે.

દુકાનદારનું શું કહેવું છે ?
મિઠાઈના દુકાનદારનું જણાવવું છે કે, ગોલ્ડન ઘારી પર સોનાનું વરખ ચડાવવામાં આવ્યું છે. સોનું એ સ્વાસ્થ્યવર્ધક હોય છે પરંતુ હાલમાં આ ગોલ્ડન ઘારીની માંગ ખુબ ઓછી છે પરંતુ આવનારા ઉત્સવોની સીઝનમાં એની માંગમાં વધારો થશે અને લોકોને આ મિઠાઈ ખુબ જ પસંદ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *