રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એક વખત અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. મધ્યપ્રદેશમાં આવેલ લોહારીથી કક્ષી બાજુ જઈ રહેલ ટાણા ફાટેના વળાંક નજીક બપોરે 3.45 વાગ્યે કાર તથા ડમ્પરની વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કુલ 2 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 3 લોકોને ઈજા પહોંચી છે. કાર નંબર GJ-06-HD-7960 તથા ડમ્પર નંબર MP-69-H-0129ની સામે ટક્કર થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં ટક્કર થતા અંદર બેઠેલા કુલ 5 લોકોમાંથી કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.
જ્યારે કુલ 3 લોકો જેઓ ઈજાગ્રસ્ત થયેલ છે એની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લોકોએ કહ્યું હતું કે, કારમાં બેઠેલ કુલ 5 વ્યક્તિ ઉજ્જૈન દર્શન કરીને વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપ્યા પછી મધ્યપ્રદેશમાં આવેલ બડવાની જિલ્લાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં હર્ષિત તથા કૌશિક નામના વ્યક્તિના મોત થયા છે. જ્યારે ગુડ્ડુ, મિતૂષ અને ભાવેશને ઈજા પહોંચી છે.
અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે, થોડા સમય માટે ઈજા પામેલ કુલ 3 લોકો કંઈ પણ બોલી શક્યા ન હતા. ઉજ્જૈન દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લીધે કારની આગળનો કાચ તૂટી ગયો તેમજ બોનેટનો બુકડો બોલી ગયો હતો. જેમાં કારમાં બેઠેલ કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle