સુરત: IPLની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા બે યુવકો ઝડપાયા

રાજ્યમાં અવાર-નવાર IPL ઉપર સટ્ટો રમનાર વ્યક્તિને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી રહે છે. IPLની શરુઆત થતાંની સાથે જ સુરતમાં બુકીઓ ગેલમાં આવી ગયા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ બુકીઓને પકડી પાડવા માટે નેટવર્ક કામે લગાવ્યુ છે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરના આદેશથી સુરત શહેર વિસ્તારમાં દારૂ તેમજ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી છે. એવામાં હાલમાં આઈપીએલની સિઝન પણ શરૂ છે. જેમાં સટોડિયાઓને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

હાલમાં દુબઈમાં રમાઈ રહેલ IPLની મેચ પર સટ્ટોડિયાઓ દ્વારા હવે ઓનલાઈન સટ્ટો રમાતો હોવાનું સામે આવી રહ્યું છે. રાજસ્થાન રોયલ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન વેબસાઇટ પર બુકી પાસેથી આઇડી-પાસવર્ડ મેળવી સટ્ટો રમતા બે યુવકોને ઝડપી લઈ તેમની પાસેથી 27 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ દરમ્યાન ગઈકાલના રોજ પોલીસને બાતમી મળતા ખટોદરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે ખટોદરા અલથાણના શીવ અર્પણ રેસીડન્સીના પાર્કિંગમાં રેડ કરી જય જગદીશ પટેલ (ઉ.વ. 30 રહે. ડી 204, શાલીગ્રામ એપાર્ટમેન્ટ, અલથાણ કેનાલ રોડ) અને રવિ ધીરૂભાઇ પટેલ (ઉ.વ. 30 રહે. બી 301, શીવ અર્પણ રેસીડન્સી, અલથાણ) ને ઝડપી પાડયા હતા.

પોલીસે બંનેની અંગ જડતી કરતા જય પાસેથી રોકડા 3 હજાર અને રવિ પાસેથી 4 હજાર મળી આવ્યા હતા. આ રોકડ તેમણે ઓનલાઇન સટ્ટામાં જીતી હોવાની કબૂલાત કરતા પોલીસે રોકડ અને એપલ કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ 27 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ જય અને રવિની ધરપકડ કરી હતી. જયારે ચિરાગ અને બંટીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *