હાલમાં તો સમગ્ર વિશ્વમાં કોરોના જેવી ભયંકર મહામારી તો ચાલી રહી છે. આની સાથે જ જો લોકોમાં જાગૃતિ આવશે નહી તો આનાથી પણ મોટી સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. પાણીનું સંકટ આવનાર ટૂંક જ સમયમાં સમગ્ર વિશ્વ માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે.
વર્લ્ડ વાઇડ ફંડ પાસથી મળેલ જાણકારી મુજબ સમગ્ર વિશ્વનાં કુલ 100 અતિ મહત્વપૂર્ણ શહેરોમાં રહેનાર અંદાજે 35 કરોડ લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. જો જળ વાયુ પરિવર્તન પર વૈશ્વિક સ્તરે ધ્યાન આપવામાં ન આવ્યું તો એને અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે નહીં તો ભારતના કુલ 30થી વધુ મહાનગરો પર ભારે જળ સંકટ આવી શકે છે.
આ શહેરોના લોકો પાણીની અછતનો સામનો કરવા માટે મજબૂર થશે. ભારતના જે શહેરો પર જળ સંકટનો સૌપ્રથમ પ્રભાવ પડશે એમાં મુંબઈ, બેંગલોર, કોલકાતા, જયપુર, ઈંદોર, અમૃતસર, પુણે, શ્રીનગર સહિત અંદાજે કુલ 30 મહાનગરોનો સમાવેશ થાય છે. વર્ષ 2050 સુધીમાં પાણીનું સંકટ એની ચરમસીમા પર પહોંચી શકે છે તેમજ એનાથી કરોડો લોકો ખરાબ રીતે પ્રભાવિત થશે.
જે શહેરોમાં પાણીની સૌથી વધુ અછત હોય શકે છે એની યાદીમાં જયપુર કુલ 30 લાખની વસ્તીની સાથે 45માં ક્રમ પર આવે છે, જ્યારે કુલ 20 લાખ વસ્તીની સાથે ઈંદોર 75માં ક્રમ પર આવે છે. જે ક્ષેત્રોમાં હાલમાં જળ સંકટ માત્ર 17% સુધી રહેલું છે. ત્યાં વર્ષ 2050 સુધીમાં વધારો થઈને કુલ 51% સુધી થઇ શકે છે.
સમગ્ર ભારતના જે શહેરોને જળ સંકટને લીધે અતિસંવેદનશીલ ગણવામાં આવ્યા છે. એમાં અમૃતસર, પુણે, શ્રીનગર, કોલકાતા, બેંગલોર, મુંબઈ, કોઝીકોડ, વડોદરા, રાજકોટ, કોટા, અમદાવાદ, ભોપાલ, ગ્વાલિયર, દિલ્હી, લખનૌ જેવા શહેરોનો સમાવેશ થાય છે. વર્ષ 2030થી લઈને વર્ષ 2050ની વચ્ચે જે શહેરોને જળ સંકટને લીધે સૌથી વધારે જોખમવાળા ભાગોમાં રાખવામાં આવ્યા છે એમાં અમદાવાદ, ચંડીગઢ, અમૃતસર જેવા પ્રમુખ શહેરોનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઇએ કે, સંશોધન કરનાર સંસ્થા વર્લ્ડ વાઈડ ફંડ કંપનીઓ તેમજ રોકાણકારોને સમગ્ર દુનિયામાં પાણીની અછત, સંકટ, મૂલ્યાંકન તથા મૂલ્ય નિર્ધારણમાં મદદ કરે છે. આ સંસ્થાના ઈન્ડિયા પ્રોગ્રામના ડિરેક્ટર ડૉ. સેજલ વોરાએ જણાવતાં કહ્યું હતું કે, ભારત કઇ રીતે સ્થાયી જળસંકટનો સામનો કરી રહ્યું છે તથા આ શહેરોનું ભવિષ્ય શું હોય શકે છે એના પર ગહનમાં મંથન કરવાની જરૂર રહેલી છે.
મીઠા પાણીના સંરક્ષણની યોજનાને લઇ સ્માર્ટ શહેર બનાવવાની યોજનાનાં વખાણ પણ કરવામાં આવ્યાં છે. વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, પાણીનું પ્રબંધન તેમજ સમગ્ર માળખાનો વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે જળ સંતુલન જાળવી રાખવામાં મદદ મળી રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle