અમેરિકામાં ચાલતી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રિપ્લબિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને એક મોટો ફટકો લાગી રહ્યો છે અને હાલમાં મતદાનના આંકડાને જોતા લાગી રહ્યું છે કે, તેમને મોટી હારનો સામનો કરવો પડશે. આ ચૂંટણી માટે ટ્ર્મ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકામાં ‘પ્રચાર’ કર્યો હતો કે, જેથી ભારતીયો તેમને વધુ મત આપે પણ હાલની પરિસ્થિતિ જોતા તો મોટા ભાગના ભારતીયો તરફથી ટ્રમ્પને બહુ મોટો ફટકો પડ્યો છે.
ટ્રમ્પને એવી આશા હતી કે ‘હાઉડી મોદી’ કાર્યક્રમથી અને અમદાવાદમાં યોજાયેલી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં લાખોની ભીડને સંબોધિત કર્યા બાદ ભારતીય સમુદાય એમને મત આપશે, પણ એવું ન થયું.સુત્રો અનુસાર 64 % એશિયન અમેરિકન લોકોએ બાઈડનને મતદાન કર્યું હતું અને માત્ર 30% એસીયનોયે મત ટ્રમ્પને આપ્યા છે.
વર્ષ 2016 માં પણ ચૂંટણી દરમિયાન અંદાજે આટલા ટકા લોકોએ જ ટ્રમ્પને મતદાન કર્યું હતું. અમેરિકામાં સૌથી વધારે થયેલા મતોમાં એશિયન અમેરિકન લોકોની સંખ્યા ખુબ વધુ છે. જોકે, કુલ મતોમાં તેમની ટકાવારી એ 5% કરતા પણ ઓછી જોવા મળે છે.
એક્સપટોનું કહેવું છે કે, સ્વિંગ સ્ટેટમાં એશિયનના અમેરિકન નાગરિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. એશિયન અમેરિકન મતદારોના સર્વેમાં જણાવાયેલું છે કે, ભારતીય અમેરિકન નાગરિકોએ સૌથી વધારે મત બાઈડનને આપ્યા છે. જ્યારે વિયતનામ મૂળના અમેરિકન નાગરિકોએ ચીનનો વિરોધ કરનાર ટ્રમ્પનું સમર્થન કર્યું હતું.
મજેદાર વાત છે કે ચીનના અમેરિકન મતદારોએ સૌથી વધારે મત ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યા છે.ચીનના નાગરિકોએ ચીનના ક્રૂર કમ્યુનિસ્ટ શાસનના વિરુદ્ધમાં ઉભા થવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી હતી. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ શાસન પદની સાથે-સાથે ઘણાં રાજ્યોની ચૂંટણીમાં 5 મહિલાઓ સહિત 12 કરતા વધારે ભારતીય મૂળના લોકોની જીત થઈ છે.
ભારતીય-અમેરિકન સમૂહ માટે આવું પહેલીવાર બન્યું છે. આ સિવાય ચાર ભારતીય મૂળના ઉમેદવાર ડૉ એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ-અમેરિકન કોંગ્રેસનું નિચલું ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ફરી એકવાર પસંદ કરાયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલા પ્રચાર સ્વરુપે 20 લાખથી વધારે ભારતીય-અમેરિકન મતદાતાઓ માટે વિડીયો સ્વરુપે પોતાની પહેલી જાહેરાત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અને ટ્રમ્પનું અમદાવાદમાં ઐતિહાસિક સંબોધનના સંક્ષિપ્ત વીડીયાનો સમાવેશ કર્યો હતો.આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસ દરમિયાન મોદી અને ટ્રમ્પને અમેદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ દરમિયાન વિશાળ ભીડને સંબોધિત કરી હતી.
આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પના પત્ની મેલાનિયા, દીકરી ઈવાંકા, જમાઈ જેરેડ કુશનર અને તેમની સરકારના અમુક અધિકારીઓ આવ્યા હતા. જ્યારે ‘હાઉડી મોદી કાર્યક્રમ’ દરમિયાન પણ વિશાળ ભીડ હ્યુસ્ટનમાં ભેગી થઈ હતી અને ત્યાં પણ વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle