જીઓ કંપની લાવી ધમાકેદાર ઓફર, એક રૂપિયામાં મળશે 28 દિવસનો પ્લાન – જાણો જલ્દી…

રિલાયન્સ જિયો કંપની આવ્યા બાદ ટેલીકોમ વિભાગમાં કોમ્પિટિશન ખુબ વધી ગઈ છે. તેના આવ્યા પછી દરેક કંપની સસ્તા પ્લાન આપવા માટે મજબૂર બની ગઈ હતી.…

રિલાયન્સ જિયો કંપની આવ્યા બાદ ટેલીકોમ વિભાગમાં કોમ્પિટિશન ખુબ વધી ગઈ છે. તેના આવ્યા પછી દરેક કંપની સસ્તા પ્લાન આપવા માટે મજબૂર બની ગઈ હતી. આજે આપને રિલાયન્સ જિયોનો એક એવો પ્લાન જણાવી જઈ રહ્યા છીએ કે, જેમાં તમે માત્ર એક રૂપિયો આપીને 28 દિવસ વધુ મેળવી શકો છો.

ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો દ્વારા 598 અને 599 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કરવામાં આવ્યા છે. આ બંને પ્લાનની વચ્ચે માત્ર એક રૂપિયાનો જ ફરક છે. પરંતુ આ વિશેની તમામ જાણકારી ચોક્કસ પણે જાણી લેવી જોઈએ.

598 રૂપિયાનો જિયો પ્લાન : તમે 598 રૂપિયાનું રિચાર્જ કરાવો કે 599 રૂપિયાનું. બંનેમાં ફક્ત 1 રૂપિયાનું જ અંતર છે. પરંતુ આ અહેવાલ વાંચ્યા બાદ રિચાર્જ પેક વિશે તમને વધુ જાણવા મળશે. 598 રૂપિયાના પ્લાનમાં 2 GB ડેટા દરરોજ મળે છે. એટલે કે સમગ્ર પેકમાં 112 GB હાઇ સ્પીડ ડેટા મળી રહ્યો છે. જેવી ડેટા લિમિટ ખતમ થઈ જાય છે, તો તેની સ્પીડ ઘટીને 64 Kbps થઇ જાય છે. આ પ્લાનમાં જીયો નેટવર્ક દ્વારા 200 FUP મિનિટ વાત કરવા માટે મળે છે. સાથેસાથ દરરોજ 100 SMS પણ મળી રહ્યા છે. આ ઉપરાંત જીયો એપ્સ સબ્સક્રિપ્શન પણ આ પેકના ગ્રાહકોને મળી રહ્યા છે. જિયોના આ પ્લાનમાં કોઈ એકસ્ટ્રા ચાર્જ આપ્યા વગર એક વર્ષ માટે ડીઝની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન પણ ફ્રી માં મળે છે.

599 રૂપિયાનો પ્લાન : આવી જ રીતે હાલમાં જીયો કંપનીએ 599 રૂપિયાનો એક પ્લાન પણ લૉન્ચ કર્યો છે. તેની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં પણ 2 GB ડેટા દરરોજ મળશે. તેમાં ગ્રાહકોને 112 GB હાઇસ્પીડ ડેટા મળે છે. જેવી ડેટા લિમિટ ખતમ થઈ જાય છે તો તેની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. જીયો નેટવર્કમાં 200FUP મિનિટ વાત કરવા માટે મળે છે. તથા દરરોજ 100 SMS પણ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સ સબ્સક્રિપ્શન એ પણ આ પેક લીધેલા ગ્રાહકોને મળે છે. જીયોના આ પ્લાનમાં કોઈ એકસ્ટ્રા ચાર્જ આપ્યા વગર જ એક વર્ષ માટે ડીઝની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે.

શું અંતર છે આ પ્લાનમાં : ફક્ત એક જ રૂપિયાના અંતરવાળા આ પ્લાનમાં ‘વેલિડિટીનું અંતર’ છે. 598 રૂપિયાવાળા પ્લાનમાં ફક્ત 56 દિવસની વેલિડિટી મળે છે. જ્યારે 599 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ગણતરી પ્રમાણે બંનેમાં 28 દિવસની વેલિડિટીનું અંતર છે.

અર્થાત માત્ર એક રૂપિયો વધુ ખર્ચ કરતાં 28 દિવસની વેલિડિટી વધી ગઈ છે. હવે તમે જ્યારે પણ કોઈ પ્લાન લેવાના હોવ તો તે પહેલા દરેક પ્લાનની ઝીણવટભરી જાણકારી મેળવી લેવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *