કોરોના વચ્ચે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મધ્યમ વર્ગીય તેમજ ગરીબ લોકોને અનાજ આપવામાં આવતું હોય છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. સરકાર દ્વારા ‘પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ’ માંથી કુલ 43,90,000 બનાવટી તથા ગેરકાયદેસર રાશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે જેને કારણે ‘રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ’ અંતર્ગત લાભાર્થીઓને સબસિડીવની સાથે અનાજનું વિતરણ કરી શકાય. ફૂડ મંત્રાલયના એક અધિકારીનું જણાવવું છે કે, ડુપ્લિકેટ રેશન કાર્ડને માર્ક કરવું ખુબ જરૂરી છે. વર્ષ 2013 પહેલા અહીં મોટી સંખ્યામાં બનાવટી તથા ડુપ્લિકેટ રેશનકાર્ડ હતા.
છેલ્લા 7 વર્ષમાં સરકાર દ્વારા આ સિસ્ટમમાં છેતરપિંડી અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું હતું કે, રાશનકાર્ડની ડિજિટલકરણ અભિયાનથી જાહેર વિતરણ પ્રણાલીને પારદર્શક બનાવવામાં તેમજ કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ મળી છે. એમણે જણાવતાં કહ્યું હતું કે, અયોગ્ય રાશનકાર્ડ્સ દૂર કરતી વખતે, અમે તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ માટે નિર્ધારિત કવરેજમાં નવા લાભાર્થીઓને ઉમેરતા રહીએ છીએ.
‘રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ’ અંતર્ગત અંદાજે 81.35 કરોડ લોકોને લાભ મળે છે. તે દેશની અંદાજે બે તૃતિયાંશ વસ્તી છે. હાલમાં ‘PM ગરીબ કલ્યાણ અન્ન યોજના ‘ હેઠળ અંદાજે 80 કરોડ લોકોને દર મહિને કુલ 5 કિલો મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. સરકાર આ યોજનાને લંબાવી શકે છે. કોરોના મહામારીને કારણે સર્જાયેલ પરિસ્થિતિ સામે લડવાની યોજના માર્ચ 2020 માં શરૂ કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સબસિડી દરે 4.2 મિલિયન ટન અનાજનું વિતરણ કરીએ છીએ. તે ઘઉં માટે પ્રતિ કિલો કુલ 2 રૂપિયા તથા ચોખા માટે કુલ 3 રૂપિયાનાં દરે વહેંચવામાં આવે છે. આની ઉપરાંત દર મહિને PMGKAY અંતર્ગત કુલ 32 મિલિયન ટન મફત અનાજનું વિતરણ કરી રહ્યા છીએ.
કેન્દ્ર સરકાર ‘વન નેશન વન રેશનકાર્ડ યોજના’ યોજના પર પણ કાર્ય કરી રહી છે જેને લીધે પરપ્રાંતિય મજૂરને વહેલી તકે એનો લાભ મળી રહે. આ યોજના અંતર્ગત દેશના કોઈપણ ભાગમાં સરકારી સબસિડી દરે રાશન મેળવી શકશે. હજુ સુધી, સરકાર આ યોજના અંતર્ગત ‘રાષ્ટ્રીય પોર્ટેબિલિટી ક્લસ્ટર’ અંતર્ગત કુલ 28 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને એકસાથે લાવવામાં સફળ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle