જાણો તસ્કરોએ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કયા છુપાવ્યું હતું કરોડોનું સોનું? જાણી તમારા પણ હોંસ ઉડી જશે

ગઈ કાલે કસ્ટમ્સ વિભાગે વિમાનમાંથી સ્મગલિંગ કરવામાં આવતા સોનાને જપ્ત કર્યું હતું. જણાવી દઈએ કે, દુબઈથી AI-906માં સોનાની સ્મગલિંગ કરવામાં આવી રહી હતી. કસ્ટમ અધિકારીઓના…

ગઈ કાલે કસ્ટમ્સ વિભાગે વિમાનમાંથી સ્મગલિંગ કરવામાં આવતા સોનાને જપ્ત કર્યું હતું. જણાવી દઈએ કે, દુબઈથી AI-906માં સોનાની સ્મગલિંગ કરવામાં આવી રહી હતી. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર સોનાની સ્મગલિંગ બે પેકેટોમાં મૂકીને કરવામાં આવી હતી. તસ્કરોએ સોનું ટેપ વડે લપેટ્યું હતું.

જાણવા મળ્યું છે કે, તેઓએ સોનું ફ્લાઇટમાં સીટની નીચે છુપાવી દીધું હતું. બંને પેકેટ ખોલતાં સોનાના 6 બિસ્કીટ મળી આવ્યા હતાં. સોનાના તમામ બિસ્કિટમાં વિદેશી ચિહ્ન ‘SAM 1 KILO FINE GOLD 999.9’ છે. સોનાના દરેક બિસ્કીટનું વજન 1 કિલો છે. રિપોર્ટ અનુસાર સ્મગલિંગ કરવામાં આવેલ સોનાનું કુલ વજન 6 કિલોગ્રામ છે. તેની કિંમત લગભગ 2.90 કરોડ છે. હાલમાં સોનું કબજે કરવામાં આવ્યું છે.

કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે, વિમાનમાં સીટની નીચે ચાલાકીથી સોનું છુપાવવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન અમને સોનાની સ્મગલિંગ થતી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તસ્કરી કરનાર વ્યક્તિ બહાર નીકળી ગયો હતો. અમે તેને શોધી રહ્યા છીએ. જલ્દીથી તેને પકડી લેવામાં આવશે.

હવાઇમથકના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની ફ્લાઇટને ગુપ્ત માહિતી મળી હતી કે દુબઈથી સોનાની સ્મગલિંગ થવાની સંભાવના છે. નોંધપાત્ર વાત એ છે કે, કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે કસ્ટમ્સ એક્ટ હેઠળ રૂપિયા 2.90 કરોડનું 6 કિલો સોનું જપ્ત કર્યું છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે. આ ઘટના તમિળનાડુના ચેન્નાઈમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *