ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતાં એમાં સવાર 7 લોકો જીવતા ભુંજાઈ ગયા છે. આગળ જતાં ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતાં કારમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી.
અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતાં કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. બજાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી રહી છે. ડમ્પર સાથે અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. જે બાદ 7 લોકોના મોત નીપજ્યા છે.
સમગ્ર ઘટના વિષે મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતાં એમાં સવાર 7 લોકોના મોત નીપજ્યા છે. આગળ જતાં ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતાં કારમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. બજાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી રહી છે.
પરિવાર સાથે ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા દર્શનાર્થીને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. સુરેન્દ્રનગરના પાટડીના ખેરવા ગામ પાસે ગોઝારો અકસ્માત થયો છે. ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કાર સળગી ઉઠી હતી જેને પગલે 7 લોકોના મોત થયા છે. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકી નાસી છૂટયો છે.
અકસ્માત બાદ આગમાં ભડથું થનારા કમનસીબના નામો:
રમેશભાઈ મનસુખભાઈ નાયી(ઉ.વ. 38) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
કૈલાશબેન રમેશભાઈ નાયી (ઉ.વ. 35) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
સનીભાઈ રમેશભાઈ નાયી (ઉ.વ. 12) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
શીતલબેન રમેશભાઈ નાયી (ઉ.વ. 8) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
હરેશભાઈ ચતુરભાઈ નાયી (ઉ.વ. 35) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ
સેજલબેન હરેશભાઈ નાયી (ઉ.વ. 32) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ
હર્ષીલભાઈ હરેશભાઈ નાયી (ઉ.વ. 6) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle