ગુજરાતના આ વૈભવી ગામે એવું તો શું કર્યું કે અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી- જાણી ચોંકી ઉઠશો

હાલ સુરત સહિત રાજ્યના દરેક મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોરોનાને હલકામાં લેનાર સમજી ગયા છે કે ખરેખર કોરોનાથી ચેતવાની જરૂર છે.…

હાલ સુરત સહિત રાજ્યના દરેક મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોરોનાને હલકામાં લેનાર સમજી ગયા છે કે ખરેખર કોરોનાથી ચેતવાની જરૂર છે. ગયા વર્ષ કરતા પણ આ વર્ષે કોરોનાએ વધતે આતંક મચાવ્યો છે. તંત્ર દ્વારા પણ સામાન્ય જનતાને જાગૃત રહેવાનું અને કોરોનાના દરેક નિયમોનું પાલન કરવા માટે કડક પણે કહેવામાં આવ્યું છે. ગયા વર્ષની વાત કરીએ તો લોકડાઉન થતા લોકો શહેર છોડી ગામડે જઈને વસ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોનાએ સૌથી પહેલા રાજ્યના મોટાભાગના ગામડાઓને ભરડામાં લીધા છે. છેલ્લા 11 દિવસમાં ગામડાઓમાં 214 ટકા કેસો નોંધાયા છે ક્યારે શહેરોમાં માત્ર 104 ટકા જ કેસો નોંધાયા છે.

હાલ આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગુજરાતનું એવું પણ એક ગામ છે જ્યાં કોરોનાની નજર પણ નથી પડી. જી હા આ ગામમાં એક પણ વ્યક્તિ કોરોનાની શિકંજમાં નથી. એકતરફ ગુજરાતના દરેક જીલ્લા અને તાલુકાઓમાં કોરોના વકરી રહ્યો છે અને બીજીબાજુ ગુજરાતના એક વૈભવી ગામમાં કોરોનાનો એક પણ કેસ ન આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો વિચારી રહ્યા છે કે, આ લોકોએ એવું તો શું કર્યું કે, ગામના એક પણ વ્યક્તિને કોરોના સ્પર્શી શક્યો નથી.

હાલ સરકાર દ્વારા લોકડાઉન નહિ થાય તેવી જાહેરાતો કરી દીધી છે, પરંતુ જોકે ગુજરાતમાં એવા ઘણા ગામડાઓ છે જેઓ પોતે સ્વયં શિસ્ત અને સાવચેતી રાખી કોરોનાના દરેક નિયમોનું પાલન સ્વેચ્છાએ કરી રહ્યા છે. કોરોનાના દરેક નિયમોનું પાલન થાવાથી આ ગામમાં એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. અહિયાં વાત થઇ રહી છે અમરેલી જીલ્લાના શિયાળબેટની, જ્યાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. સાથે-સાથે આ ગામમાં વેક્સિનેશનનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

છેલ્લા એક વર્ષમાં કોરોનાનો એક કેસ પણ નથી નોંધાયો
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે, ગુજરાતનું એક માત્ર ગામ કે જે, એક એક વર્ષ પછી પણ કોરોનાથી બિલકુલ મુક્ત છે અને ત્યાના લોકો એકદમ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ગુજરાતના દરિયાળી ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામમાં કોરોનાનો પડછાયો પણ નથી દેખાતો. છેલ્લા એક વર્ષથી કોરોનાના એક પણ કેસ અહિયાં નોંધાયા નથી. અમરેલી જિલ્લામા આવેલા જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર શિયાળ બેટ ગામ અહીં વર્ષો પહેલાં રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ કેબલ મારફત વીજળી પહોંચાડી અને ત્યાર બાદ નર્મદાનું મીઠું પાણી પણ પહોંચાડાયું છે.  એકમાત્ર સ્વસ્થ ગામને આવનારા સમયમાં પણ કઈ ન થાય એ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે. આ ગામના વધુમાં વધુ લોકોને વેક્સીનનો લાભ મળે એ કારણોસર વેક્સિનેશન કેમ્પ પણ સતત ચાલી રહ્યા છે.

આ ગામના લોકોની ખાસ વાત કરીએ તો, ગામના લોકો કઈ કામ-કાજ વગર ગામ છોડીને ક્યારેય જતા જ નથી. અને જો ગામના કોઈ વ્યક્તિને ખરીદી કરવી હોય તો રાજુલા અથવા જાફરાબાદ વિસ્તાર સુધી આવે છે જેના કારણે આ ગામના લોકો વધુ લોકોના સંપર્કમાં આવતા નથી. જો કોઈ વ્યક્તિને આ ગામમાં જવું હોય તો તે વ્યક્તિ પીપાવાવ જેટી નજીકથી ખાનગી બોટ મારફત પહોંચી શકે છે. ઘણીબધી વાતો છે જે, આ ગામના લોકોને કોરોનાથી દુર રાખવામાં મદદ કરી રહી છે.

આ ગામના સરપંચ હમીરભાઈ શિયાળે જણાવ્યું હતું કે, અમારા ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અત્યારે જ નથી પરંતુ જ્યારેથી કોરોના વિશ્વમાં અને દેશમાં આવ્યો છે ત્યારથી લઈને આજસુધી અમારા ગામનો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયો નથી. હાલમાં કોરોનાની બીજી લહેરથી બચવા ગામના દરેક લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 500 જેટલા લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે અને સરપંચે વધુમાં કહેતા જણાવ્યું હતું કે, અમારા ગામના લોકો કામ વગર બહાર આવતા-જતા નથી. અમરેલી જીલ્લાના મેડિકલ ઓફિસર એ.કે.સિંગે જણાવતા કહ્યું હતું કે, ખુશીની વાત કહેવાય કે, આ ગામમાં એક પણ કોરોના કેસ નથી અને ગામના દરેક લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *