રાહુલ રાજીનામું આપે છે તો પાર્ટી માટે એવો સવાલ પણ ઉભો થશે તે તેમના સ્થાને કોણ પદ સંભાળશે.
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ માં મંથન ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં કોંગ્રેસ કાર્ય સમિતિની બીજી બેઠક આ સપ્તાહમાં મળવાની છે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ ના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે. રાહુલે ૨૫મી મેના રોજ મળેલી કાર્ય સમિતિની પહેલી બેઠકમાં અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી હતી, જેને તેમની માતા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ફગાવી દીધી હતી. આ દરમ્યાન પાર્ટીના અન્ય નેતાઓ પણ રાહુલને પદ પર ચાલુ રાખવા ભાવુક અપીલ કરી હતી. સોનિયા ગાંધીએ પણ ત્યારબાદ રાયબરેલી ની જનતા ને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેઓ પોતાના સિદ્ધાંતો માટે લડાઈથી પાછળ નહીં હટે.
દેશભરમાં પદયાત્રા અને કાર્યકર્તાઓ સાથે સંવાદ સ્થાપિત કરશે રાહુલ સૂત્રો અનુસાર સોનિયા પોતાના દિકરા રાહુલને અધ્યક્ષ પદ છોડવાના નિર્ણયની વિરોધમાં છે, ખાસ કરીને તે જોતાં કે પાર્ટી પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને એવામાં રાહુલ માટે ફરીથી અધ્યક્ષ પદ પર વાપસી કરવી સરળ નહીં રહે. પરંતુ રાહુલના નિકટતમ નેતાઓનું કહેવું છે કે રાજીનામાનો અર્થ એવો નથી કે રાહુલ પોતાની જવાબદારીથી પાછળ હતી રહ્યો છે પરંતુ તેની યોજના પદયાત્રા કરવી અને દેશભરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ સ્થાપિત કરવાની છે.
રાહુલ નહીં તો બીજું કોણ?
બોલો રાહુલ રાજીનામું આપે છે તો પાર્ટી માટે એવો સવાલ પણ ઉભો થશે કે તેમના સ્થાને પદ કોણ સંભાળશે. રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ પદથી નેહરુ-ગાંધી પરિવાર ને દૂર રાખવા માટે પાર્ટીના અનેક સિનિયર નેતા એકજૂથ થઈ ગયા હતા. સૂત્ર એમ પણ જણાવે છે કે ગત શનિવારે મળેલી કાર્ય સમિતિની બેઠક બાદ પાર્ટીના અનેક સિનિયર નેતાઓ એક જૂથ થઈ ગયા છે નોંધનીય છે કે બેઠકમાં રાહુલે સિનિયર નેતા ઉપર પુત્રમોહમાં પાર્ટીને ધ્યાનના આપવાનો આરોપ પણ મૂક્યો હતો.
આવી રીતે અધ્યક્ષ બન્યા હતા સોનિયા.
બીજી તરફ રાહુલના નજીકના લોકો મુજબ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડીને પાર્ટીના નેતાઓને પાઠ ભણાવવા માગે છે.તે મુજબ, રાહુલના રાજીનામા બાદ પાર્ટીથી લોકો છૂટા પડે છે તો શક્ય છે કે કોંગ્રેસના સીનિયર નેતા નેતૃત્વકર્તા તરીકે ગાંધી પરિવારની અસહમતી અનુભવશે. આવી જ રીતે 1998માં સીતારામ કેસરી ને બહાર કરીને સોનિયા ગાંધીને સત્તામાં લાવ્યા હતા.
હાલ ચોક્કસપણે સમય અલગ છે. કોંગ્રેસ પર વધુ એક સંકટ છે તો બીજી તરફ તેના પ્રતિદ્વંદી પાર્ટી વધુ ચતુર છે. એમાં જોવાનું રસપ્રદ રહેશે કે શું અતીતમાં છોડવામાં આવેલું તીર્થ વર્તમાનમાં પણ પાર્ટી માટે સચોટ નિશાન પર લાગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.