ગુજરાત રાજ્યમાં કોવિડ-19ની મહામારી વચ્ચે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થયો છે. કોવિડ-19 સંક્રમિત થયા બાદ કોરોનાનાં ડરનાં લીધે વ્યક્તિએ આત્મહત્યા કર્યો હોવાનાં પણ બનાવો બહાર આવ્યા છે. તો બીજી બાજુ કોરોનાનાં લીધે ધંધો રોજગાર ઠપ થતા આર્થિક સંકડામણમાં આવીને વ્યક્તિએ તેનું જીવન ટુંકાવ્યું હોવાનાં બનાવો પણ બહાર આવ્યા છે. તે સમયે સુરત શહેરમાં એક પિતા બાળકોને રસોડામાં આત્મહત્યાનાં પાઠ ભણાવ્યા હતા તેમજ બાળકોની સાથે મજાક કરતા હતા.
ત્યારે અકસ્માતે સાચે ગળેફાંસો લાગી જતા તે વ્યક્તિનું મૃત્યુ થયું. બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળ પર પહોંચ્યો. પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર બનાવે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. રિપોર્ટ મુજબ સુરત શહેરનાં ડીંડોલી વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં પ્રમોદ કાપડે તેનાં પરિવાર જનોની સાથે રહેતો હતો. પ્રમોદએ મૂળ મહારાષ્ટ્રનો વતની હતો તેમજ તેને સંતાનમાં 2 છોકરી તેમજ 1 છોકરો છે.
પ્રમોદ ભંગારનો ટેમ્પો ચલાવીને પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. પ્રમોદ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં હતો. કેમ કે, પ્રમોદે લોકડાઉન વખતે તેનાં ઘરનાં શૌચાલયનું સમારકામ કરાવવા બેંકમાંથી લોન લેવામાં આવી હતી. પ્રમોદનો પગાર ફક્ત આઠ હજાર રૂપિયા હોવાનાં લીધે તેને બેંકની લોન તેમજ પરિવાર જનોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતું હતું. તો બીજી બાજુ પ્રમોદને બેંકમાંથી પણ પૈસા ભરવા ફોન આવતા હતાં, જેથી તે માનસિક તણાવમાં રહેતો હતો.
શુક્રવારનાં દિવસે રાત્રીનાં સમયે પ્રમોદની પત્ની ઘરની બહાર હતી તેમજ પ્રમોદ રસોડામાં તેના સંતાનોને આત્મહત્યાનાં પાઠ ભણાવતો હતો તેમજ તેનાં સંતાનોની સાથે મસ્તી કરતો હતો. પ્રમોદે રસોડામાં બાંધેલ દોરડાની સાથે ગળેફાંસો ખાવા માટે ખોટી એક્ટિંગ કરી હતી પણ આ મજાક પ્રમોદને બહુ જ ભારે પડી તેમજ સાચે જ ગળેફાંસો લાગી ગયો. તેથી બાળકોએ બૂમાબૂમ કરતાં પ્રમોદની પત્ની તેમજ પાડોશી બનાવ સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ બધા લોકોએ પ્રમોદને નીચે ઉતારીને સારવાર અર્થે તુરંત સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર દ્વારા પ્રમોદને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર બાબતે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle