માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવખત અકસ્માતની આવી જ એક ઘટના મોડાસા જીલ્લામાંથી સામે આવી રહી છે. રવિવારની સવારમાં લુણાવાડાથી માલપુર તરફ આવતાં ચોરીવાડ ચાર રસ્તા નજીક લુણાવાડા તરફથી આવતી મારૂતિ કારનું ટાયર ફાટી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
જેથી કાર ડિવાઇડર સાથે અથડાતાં બે ટુકડા થતાં જેમાં કારના સ્ટિયરીંગ તરફનો ટુકડો રોંગ સાઇડમાં ફંગોળાતાં માલપુરથી લુણાવાડા જતી પોલો કારની સાથે ધડાકાભેર અથડાતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મારૂતિ કારના બે ટુકડા થતાં કારમાં સવાર ઇડરના જાદરના બે યુવકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા હતા.
જ્યારે પોલો કારમાં સવાર મુંબઇના યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. આજુબાજુનાં ગ્રામજનો તથા મુસાફરો એકત્ર થઈ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. માલપુર પોલીસ તથા 108 ને જાણ કરતાં ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે માલપુર સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યારે ઘાયલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, માલપુર તાલુકામાં માત્ર 2 દિવસમાં બે ગોઝારા અકસ્માત થતાં કુલ 4 યુવકોનાં મોત નીપજ્યા છે. સાબરકાંઠામાં આવેલ ઇડરના 37 વર્ષીય જગદીશભાઈ અમીચંદ પટેલ અને તેમના ત્યાં ભાગીયા તરીકે કામ કરતાં 32 વર્ષીય રામાભાઇ ફતેસિંહ ભીલ બંને મારૂતી કાર નં.GJ 6 AH 9904 લઇને લુણાવાડા તરફથી માલપુર તરફ પસાર થઈ રહ્યા હતા ત્યારે માલપુર ચોરીવાડ નજીક કારનું ટાયર ફાટી જતાં ચાલક જગદીશ પટેલે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈ હતી.
જેથી કારના બે ટુકડા થતાં સ્ટિયરિંગ સાથેનો ટુકડો રોંગ સાઇડમાં ફંગોળાઈ જતાં માલપુરથી લુણાવાડા તરફ પસાર થતી પોલો કાર નં.MH 43 BE 8938 સાથે અથડાતાં કારચાલક વિવેકકુમાર વનીતભાઈ ગેલ ખેતરમાં ફંગોળાઈ ગયો હતો. અકસ્માતમાં મારૂતિ કારમાં સવાર બંને યુવકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle