ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પાલનપુર-આબુ હાઇવે પર સાંઈબાબાના મંદિર પાસે મંગળવારની મોડી સાંજે આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કાર ડિવાઈડર કુદી હાઈવેની સામેની બાજુ ઘસી આવી હતી.
આની સાથે જ બાઇક અને કારને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં સામેની કારમાં સવાર અમીરગઢ તાલુકામાં આવેલ મોટા કરજા ગામના કુલ 3 યુવકોના મોત થયાં હતા. જ્યારે કુલ 2 લોકોને ઇજાઓ થતાં પાલનપુરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે સમગ્ર પંથકમાં હોબાળો મચી જવાં પામ્યો હતો.
પાલનપુર પાસે મંગળવારે મોડી સાંજે સર્જાયેલા ગંભીર અકસ્માતની વિગતો એવી છે કે, આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કાર ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી હાઈવેની સામેની બાજુ ઘસી આવી હતી તેમજ બાઇક તથા કારને ટક્કર મારી હતી.
આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર અમીરગઢ તાલુકામાં આવેલ મોટા કરજા ગામના કુલ 3 યુવકોના મોત થયાં હતા. જ્યારે કુલ 2 લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતને કારણેઘટનાસ્થળની આસપાસ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. આ દરમિયાન પાલનપુર 108ના પાયલટ સાદિકભાઈ શેખ તથા ધવલભાઈ જેતપુરાએ વાહનોમાં ફસાયેલ ઇજાગ્રસ્તોને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી પાલનપુરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોનાં નામ :
21 વર્ષીય સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ
22 વર્ષીય વિપિસિંહ ગણપતસિંહ ચૌહાણ
21 વર્ષીય હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ
ગેરેજમાં કામ કરી ઘરે પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત :
અમીરગઢ તાલુકામાં આવેલ કરજા રામપુરા ગામના યુવકો પાલનપુરમાં ગેરેજનું કામ કરતાં હતા. ત્યાંથી સાંજે પોતાના ઘરે કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે યમદૂત બનીને આવેલ કારના ચાલકે ટક્કર મારતાં કુલ 3 યુવકોના ઘટનાસ્થળ પર જ મોત થયાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle