રાજકોટ સિવિલમાં ગોરખધંધો: 9 હજાર આપો તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ, ઉપર સુધી સેટિંગ હોવાનો યુવકને દાવો- જુઓ વિડીયો

કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી…

કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. કોરોનાની સારવાર માટે લોકો બેડ, ઇન્જેક્શન અને ઓક્સીજન માટે તરસી રહ્યા છે. આ દરમ્યાન, અમુક લોકો કાળાબજારીથી બેડ, ઇન્જેક્શન અને ઓક્સીજનનું વેચાણ કરતા હોય છે.

આજરોજ આવી જ એક ઘટના રાજકોટ માંથી સામે આવી છે. રાજકોટમાં કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. શહેરની એક હોસ્પિટલમાં ખાલી બેડ નથી. ત્યારે દર્દી દાખલ કરવા માટે સગાઓ વલખા મારે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા પાસેથી રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો ચાલુ થયો હોય તેવો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સતત બેદરકારી સામે આવતી રહે છે ત્યારે ફરી એક વખત રાજકોટ સિવિલ હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેનો વિડીયો પણ વાઈરલ થઇ રહ્યો છે. વીડિયોમાં યુવાન બોલે છે કે, 9 હજાર આપો અને તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ થઇ જાશે. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં. યુવાન વીડિયોમાં કહે છે કે, મારે ઉપર સુધી સેટિંગ હોવાથી રૂપિયા દેવાના હોય છે.

વાઈરલ વીડિયોમાં યુવાન 9 હજાર રૂપિયા લેતો હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે. ઉલ્લખનીય છે કે, સિવિલમાં લોકો એમ્બ્યુલન્સ સાથે 5થી 6 કલાક દાખલ થવા વેઇટિંગમાં ઉભા રહે છે. ત્યારે આ યુવાન 9 હજારમાં અડધી કલાકમાં દર્દીને દાખલ કરી આપે છે.

આ સમગ્ર ઘટના અંગે કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું હતું કે, એક શખ્સ દ્વારા સિવિલમાં બેડની વ્યવસ્થા કરી આપવા માટે દર્દીના સગા પાસેથી 9 હજાર પડાવતો વીડિયો વાઇરલ થયો છે. જેને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વીડિયોમાં દર્દીના સગા પાસેથી રૂપિયા ખંખેરતો યુવાન કારમાં બેસી 9 હજારમાં બેડ સાથે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી આપે છે. દર્દીના સગા કહે છે કે, 9 હજાર નહીં પણ અમારી ઇચ્છા છે કે 5 હજારમાં કરી દે. પરંતુ યુવાન કહે છે કે મારે પણ ઉપર સુધી રૂપિયા પહોચાડવાના હોય છે.

દર્દીના સગા કહે છે કે, જુનાગઢથી પણ એક દર્દીને અહીં દાખલ કરવાના છે. આથી બે દર્દીને દાખલ કરવામાં કેટલા લઇશ. યુવાન કહે છે કે 8 હજાર આપજો. યુવાનને ફોન આવે છે અને સામેવાળા વ્યક્તિને કહે છે કે, ભાઇ તમે 9 હજાર આપો એટલે અડધી કલાકમાં દર્દીને દાખલ કરી દઉં. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં.

રાજકોટ શહેરમાં દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે નાણાકીય વ્યવહાર કરી અને રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં બેડની સુવિધા કરી આપવા બાબતનો જે વીડિયો વાઇરલ થયો છે તે અંગે ખાનગી રાહે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ વીડિયોમાં જે વ્યક્તિ નાણાની માગણી કરે છે. હિતેશ મહીડા તથા તેનો મિત્ર જગદીશ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. જેઓ બંને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે. આ બંને પાસે બ્લુ કલરનું એક્સેસ જામનગર પાર્સિંગ નું છે. આ બાબતની તપાસ રાજકોટ શહેરના ACP દિયોરાને સોંપવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીમાં લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તડપી રહ્યાં છે. ત્યારે બસ એક ફોન નવ હજાર રુપિયા આપો એટલે બેડ ખાલી થઈ જાય છે, લોકોની મજબૂરીનો ફાયદો કેવી રીતે ઉઠાવી રહ્યાં છે આ શખ્સો, નવ હજાર દેતા જ કેમ તુરંત બેડ અને સારવાર મળી જાય છે, કોને કોને પહોંચે છે રુપિયા, જો રુપિયા દેતા બેડ મળી જતો હોય તો એનો મતલબ એવો થયો કે હોસ્પિટલમાં બેડ ખાલી હોય છે. છતાં દર્દીઓને દાખલ નથી કરવામાં આવી રહ્યા? આવા અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *