લગ્નના દિવસે જ દુલ્હન થઇ કોરોના પોઝીટીવ, તેમછતાં દુલ્હાએ ફિલ્મીઢબે આ રીતે લીધા સાત ફેરા- જુઓ વિડીયો

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે એક તરફ લોકોને ઘરમાં રહેવા મજબૂર કરી દીધા છે તો બીજી તરફ, આ મહામારીના સમયમાં લગ્નનું આયોજન કરવું પણ કોઈ પડકારથી ઓછું નથી. સંક્રમણ ફેલાવવાના ડરથી સંબંધીઓ લગ્નમાં જવાથી પણ બચે છે.

અત્યારે લગ્નની સીજન ચાલી રહી છે તે દરમ્યાન રાજસ્થાનના બારાના કેલવાડામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. કેલવાડામાં કોવિડ કેન્દ્રમાં જ એક યુગલે PPE(પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કિટ પહેરીને લગ્ન કરી દીધાં, કારણ કે વધૂનો લગ્નના દિવસે જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ લગ્ન સમારંભને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે અને એનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે.

ન્યૂઝ એજન્સી એનએનઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વિડિયોમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂજારી સિવાય આ લગ્નમાં એક વ્યક્તિ હાજર છે. લગ્ન સમારંભમાં કોવિડ-19ના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. તસવીરમાં આ યુગલ હવનકુંડની સામે બેઠેલું દેખાઈ રહ્યું છે. આ સિવાય લગ્નની વિધિ કરાવનાર બ્રાહ્મણ પણ PPE સૂટમાં હતા. તસવીરમાં દેખાઈ રહેલી લગ્નની વિધિ દરમિયાન વરે પીપીઈ કિટની સાથે પાઘડી પહેરી હતી, જ્યારે વધૂએ પણ વિધિ દરમિયાન ચહેરાને માસ્કથી ઢાંકી રાખ્યો હતો અને હાથોમાં મોજાં પહેર્યાં હતાં.

કોરોના દરમિયાન કરવામાં આવેલા આ સ્પેશિયલ લગ્નના વિડિયોને સોશિયલ મીડિયામાં સંખ્યાબંધ લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યાં છે. એની સાથે જ વિડિયો વાઈરલ થઈ ગયો છે અને આ અંગે વિવિધ પ્રકારના મીમ્સ પણ લોકો શેર કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ કોરોના વાઈરસના પોઝીટીવ કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 96 લાખથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *