ગુજરાત: નશો કરીને કાર ચલાવતા સમયે વકીલે એક્બાદ એક એમ કુલ 7 લોકોને લીધા અડફેટે

ગુજરાતમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

અમદાવાદમાં આવેલ આશ્રમ રોડ પર એક વૃદ્ધ કારચાલકે વારાફરતી કુલ 7 લોકોને અડફેટે લીધાં હતાં, જેમાંથી કુલ 2 લોકોને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નશો કરીને કાર ચલાવતા વૃદ્ધની પોલીસે કરી અટકાયત :
મળી રહેલ જાણકારી મુજબ અમદાવાદમાં આશ્રમ રોડ પર ગૂજરાત વિદ્યાપીઠ પાસે એક વૃદ્ધ નશાની હાલતમાં હોન્ડા બ્રિયો કાર લઈને ઇન્કમટેક્સથી વિદ્યાપીઠ તરફ આવી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે વારાફરતી કુલ 7 લોકોને અડફેટે લઈ લીધા હતા.

કારની ઝડપ એટલી હતી કે સૌપ્રથમ એક એક્ટિવા ત્યારપછી અનુક્રમે એક કાર, રિક્ષા, કુલ 2 એક્ટિવાને અડફેટે લીધાં હતાં. ત્યારપછી કાર આગળ જઈને ફૂટપાથ પર ચડી જતાં ત્યાં ઊભી રહી ગઈ હતી. લોકોએ કારમાંથી વૃદ્ધ ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો.

કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. વિદ્યાપીઠ નજીક અકસ્માતની ઘટના નજરે જોનાર પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, વૃદ્ઘ ચિક્કાર શરાબ પીને ગાડી ચલાવતા હતા. તેમણે એક બાદ એક એમ કુલ 7 લોકોને અડફેટે લીધા હતા.

કારચાલક વ્યવસાયે વકીલ :
આશ્રમ રોડ પર અકસ્માતની વણઝાર સર્જનાર કારચાલક પાસેથી મળી આવેલ ઓળખકાર્ડમાં જાણવા મળ્યું છે કે, તેઓ વ્યવસાયે વકીલ છે તેમજ ઈન્કમટેક્સ કુલ 12 એસોસિયેશનમાં જોડાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *