ગુજરાતીઓએ લગ્ન કરવા માટે હવે સરકારે મુકેલું આ વિઘ્ન પાર કરવું પડશે નહિતર મોર બોલતા વાર નહી લાગે

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કારણે લગ્ન પ્રસંગમાં અવાર-નવાર નિર્ણયમાં ફેરફાર કરે છે અને નવા નિર્ણય લાવે છે. ત્યારે આજરોજ ફરીથી એકવાર નિર્ણય બદલવામાં આવ્યો છે. હવે લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન પરવાનગી લેવી પડશે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.

તેમજ આ માટે સરકારે રજિસ્ટ્રેશન માટે નવુ સોફ્ટવેર પણ બનાવ્યું છે. જોકે, લગ્ન પ્રસંગમાં 100થી વધુ લોકોને મંજૂરી નહીં જ મળે. આ પહેલાં ગૃહમંત્રીએ મંજૂરી જરૂરી ન હોવાનું કહ્યું હતું. એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે તો બીજી તરફ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદને સંબોધન દરમ્યાન જાહેરાત કરી છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે, લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે પરંતુ પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી. આ પહેલાં કહેવામાં આવ્યું હતું કે લગ્નમાં વરઘોડા અને ફુલેકાને લઇને તેમણે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે.

તેમજ સમારોહના આયોજન માટે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનની કોઇપણ પ્રકારની મંજૂરી મેળવવાની રહેશે નહીં. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમારંભોમાં માસ્ક અને સેનિટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરવો પડશે નહીંતર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *