જાહેરમાં અમદાવાદનો યુવક કરી રહ્યો હતો યુવતીઓ સાથે આવું કૃત્ય, પછી જે થયું એ…

અમદાવાદમાં મહિલાઓ તેમજ બાળકી હાલ સુરક્ષીત નથી તેવાં બનાવો વારંવાર પ્રકાશમાં આવી રહ્યા છે. અમુક બનાવોમાં નાની બાળકીઓ સાથે અડપલા કરવામાં આવે તો બીજી જગ્યાએ…

અમદાવાદમાં મહિલાઓ તેમજ બાળકી હાલ સુરક્ષીત નથી તેવાં બનાવો વારંવાર પ્રકાશમાં આવી રહ્યા છે. અમુક બનાવોમાં નાની બાળકીઓ સાથે અડપલા કરવામાં આવે તો બીજી જગ્યાએ મહિલાઓની છેડતી થાય છે. શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં એક અધેડ દ્વારા મહિલાનાં ખરાબ વીડિયો ઉતારતા આધેડ વ્યક્તિને પોલીસને હવાલે કરાયો છે.

અમદાવાદ શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં અમુક સમય અગાઉ પણ યુવતીની છેડતી કરતા યુવક પકડયો હતો. તે સ્થળ ઉપર જ વધારે એક વાર યુવતીનો વીડિયો બનાવનાર આધેડ વ્યક્તિને યુવતીઓએ સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ ઉપર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ પાસે આધેડ વયનો પુરુષ યુવતીનો વીડીયો બનાવતો હોવા અંગેની જાણ યુવતીને થઈ હતી. યુવતીએ સતર્કતા દાખવી તેમજ હિંમતપૂર્વક આધેડ વયના પુરુષનો ફોન લઈ તેને જાતે તપાસ કરતા આખી ઘટના બહાર આવી હતી.

ફરિયાદી યુવતીનો આક્ષેપ છે કે, તેને આધેડ વ્યક્તિનો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતાં તેઓનો વીડીયો મળી આવ્યો તેવું જાણવા મળ્યું હતું. જેથી આજુબાજુની યુવતીઓ ભેગી થઈને આધેડને ઢોર માર માર્યો હતો. એ પછીમાં પોલીસને જાણ કરતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી તેમજ યુવતીની FIR નોંધી આરોપીની ધરપકડ કરી વધારે તપાસ ચાલુ કરી છે. આરોપી જયેશ પટેલ A.S.રિપેરીંગનું કામ કરે છે તેમજ C.T.M. ચાર રસ્તા નજીક રહેતો હોવા અંગેનું જાણવા મળ્યું છે.

ફરિયાદી યુવતી અને આધેડ સાથે થયેલ આખો બનાવ CCTVમાં પણ કેદ થયો છે. તેમાં આધેડ ફોન ઉપર વાત કરવાનો ઢોંગ કરી રહ્યો હતો પણ તેનાં ફોનની ફ્લેશલાઈટ શરૂ છે જે સ્પષ્ટ CCTVમાં બહાર આવ્યું છે. આ મહિલાની સતર્કતાનાં લીધે તેમજ તેને પોતાની સુરક્ષા માટે ભરેલાં પગલાથી છેડતી કરનાર આધેડ વયના પુરુષ પોલીસનાં હાથે ઝડપાયો છે પણ આવા ઘણા રોમિયોગીરી કરતાં સખ્શો યુવતી તેમજ મહિલાઓની જાહેરમાં છેડતી કરતાં હોય છે. પરંતુ અનેક મહિલાઓ ડરનાં લીધે ફરિયાદ ન કરતાં આવા રોમિયો બિન્દાસ્ત ફરતા હોય છે તેમજ આપણા સમાજમાં દુષણ ફેલાવતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *