ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ તેમજ BJP અત્યારથી ચૂંટણીને લઇને તૈયારી કરે છે. તે સમયે નેતા તેમજ કાર્યકર્તાઓનો પક્ષપલટાનો દોર અત્યારથી ચાલુ થયો છે. તે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ BJPમાં ભડકો જોવા મળ્યો છે. પાટણ BJPમાં કાર્યકર્તા તેમજ આગેવાનોની નારાજગી સામે આવી છે. BJPનાં કિસાન મોરચાનાંમુખે રાજીનામું આપતા રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ચૂંટણી અગાઉ BJP પણ વિખવાદ બહાર આવ્યો છે.
રિપોર્ટ મુજબ પાટણ જિલ્લાનાં સરસ્વતી તાલુકાનાં કિસાન મોરચાનાં ઉપપ્રમુખ ગિરીશ મોદીએ નારાજગી વ્યક્ત કરીને તેનું રાજીનામું ધરીદેતા પાટણનાં રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, હોદ્દેદારોથી નારાજ થઇને એમને રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતી વખતે ગિરીશ મોદીએ નાના સમાજને મહત્ત્વ ન મળતું હોવા અંગેનું કારણ જણાવ્યું હતું.
આ સિવાય સરસ્વતી તાલુકા BJPનાં પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણૂક રદ્દ કરતા તેઓ પક્ષથી નારાજ થઇ ગયા હતા. નારાજ થયેલ ગિરીશ મોદીએ પાર્ટીને આવનારા 15 વર્ષમાં એમની ભૂલનું ભાન કરાવવા માટેની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ સિવાય ગિરીશ મોદીએ એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, ભારત માતા કી જય આ જય એટલા માટે બોલ્યો છું કે, કેટલાક મિત્રો એમ જણાવે છે કે, પાર્ટી છોડી એટલે દેશદ્રોહી બન્યા. હું અત્યારે કિસાન મોરચાનાં ઉપપ્રમુખ પદેથી, પ્રાથમિક સભ્ય પદેથી તેમજ બૂથ પ્રમુખ પદેથી BJPમાંથી રાજીનામું આપું છું.
14 વર્ષીય નાની ઉમરે મેં કાર્યકર્તા તરીકે પ્રારંભ કર્યો હતો તેમજ અત્યારે કિસાન મોરચાનાં ઉપપ્રમુખ તરીકે નિષ્ઠાથી કામ કરતો હતો. મેં રાજ્યમાં ઘણી ચૂંટણીમાં તેમજ રાજસ્થાનની ચૂંટણીઓમાં પણ પક્ષનું કાર્ય કર્યું છે.
એક પણ રૂપિયાની ગ્રાન્ટની અપેક્ષા વિના મેં કામ કર્યું છે. આ નિષ્ઠાનો બદલો પાર્ટીએ મને એટલો આપ્યો કે, હું નાના સમાજમાંથી આવું છું તેમજ આર્થિક રીતે સદ્ધર નથી. પાર્ટીમાં કેટલાક કાર્યકર્તા છે કે, જેઓ નાના સમાજમાંથી આવવાથી તેમજ સદ્ધર ન હોવાનાં લીધે તેમનો ભોગ લેવાય છે.
ચૂંટણી લડવાની વાત આવે કે, સંગઠનની વાત આવે તો એવું પણ કહેવાય છે કે, તમે નાના સમાજમાંથી છો. હું પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કહેવા માંગું છું કે, 14 ડિસેમ્બરનાં દિવસે અમારા BJP પ્રમુખે જે સંગઠનની રચના કરી છે એમાં નાના સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. હું કોઈ પદ સ્વાર્થી નથી.
પાર્ટીમાં નાના સમાજનું અપમાન થાય તે બાબતે અમે લડીશું તેમજ આગામી દિવસોમાં નાના સમાજની સાથે થતા અન્યાયને ઉજાગર કરીશું. આ એક ચીંગારીની આગ છે એને આગમાં પલટો લેતા થોડી પણ વાર નહિ લાગે. અમે વર્ષોથી સાંભળીએ છીએ કે, પાર્ટીને આંખ, કાન તેમજ નાક છે. તો એક પ્રશ્ન છે કે, આ આંખ, નાક તેમજ કાનને પોલીયો ક્યારથી થઇ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle