ગુજરાતના માથે વધુ એક સંકટ: તૌક્તેની તબાહી વચ્ચે સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં અનુભવાયા ભૂકંપના આચકા

ગુજરાતના માથે હાલમાં કોરોના મહામારી હજુ પૂરી ન હતી થઈ ત્યાં મ્યુકરમાઈકોસિસ રોગ આવ્યો અને આ બંને મહામારી હજુ ચાલી જ રહી છે ત્યાં જોત…

ગુજરાતના માથે હાલમાં કોરોના મહામારી હજુ પૂરી ન હતી થઈ ત્યાં મ્યુકરમાઈકોસિસ રોગ આવ્યો અને આ બંને મહામારી હજુ ચાલી જ રહી છે ત્યાં જોત જોતાંમાં કુદરતી આફતોએ વાર કર્યો છે. પરંતુ આ બધા વચ્ચે હવે એક નવું સંકટ આવ્યું છે. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધરાતે રાતે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી ઊઠી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. મળતી માહિતી મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 3.8 નોંધાઈ છે. આજે સવારે 3:37 વાગ્યે રાજકોટના 182 કિ.મી. દક્ષિણમાં રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આ ઉપરાંત, અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મધરાતે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે એ જ જગ્યાએ આજે સાંજે તૌક્તે વાવાઝોડું ટકરાશે તેવી શક્યતા પણ છે.

જણાવી દઈએ કે, તૌક્તે વાવાઝોડું સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે, એને લઈને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન કાંઠા વિસ્તારના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં 70થી 175 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.

આ ઉપરાંત વાવાઝોડાની અગમચેતી રૂપે તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયો-કોન્ફરન્સ પણ કરી હતી. રાજ્યમાં સ્થિતિ બેકાબૂ ના થાય એ માટે સરકાર દ્વારા આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડુ ટુ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સમીક્ષા બેઠક પછી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી. દૂર છે, જે 17મીએ ગુજરાતના દરિયા કિનારે આવશે અને 18મીએ પોરબંદરથી લઈને ભાવનગરના મહુવાને ક્રોસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *