સુરત શહેરના વકીલ આદમ જરંગે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં રહેતા વકીલે નમાઝ પઢી આવ્યા બાદ ઘરે જ રૂમમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી આશિયાના કોમ્પલેક્ષમાં આદમ સુલેમાન જરંગ(ઉ.વ.49) સંયુક્ત પરિવારમાં રહેતા હતા. છેલ્લા 20-25 વર્ષથી વકીલાત કરતા હતા.
રાંદેરના મસ્તાન સાહેબ ખ્યાતનામ વકીલને ત્યાં આસિસ્ટન્ટ હતા. આજે સવારે નમાઝ પઢી ઘરે આવ્યા બાદ દરવાજો નહી ખોલતાં પરિવારને શંકા ગઈ હતી. દરવાજો તોડતા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પરિવારે જણાવ્યું હતું કે, આઠ મહિનાથી કોર્ટમાં ગયા ન હતા. આર્થિક ભીંસ આપઘાતનું કારણ હોય શકે છે. આદમભાઈએ GPSC પાર્ટ 1-2 પાસ કરી હતી.
જોકે, ત્યારબાદની ટેસ્ટમાં નાપાસ થતા વકીલાત શરૂ કરી હતી. પિતા સિટી સર્વેમાં કલાસ- 2 ઓફિસર હતા નિવૃતી બાદ મૃત્યુ થયું હતું. આદમભાઈના બે ભાઈ વેપારી છે અને સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. એક પુત્ર યુરોપ માં MBBS નો અભ્યાસ કરે છે અને પુત્રી ધોરણ – 11 માં સુરતમાં અભ્યાસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle