ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન

નાતાલ અને 31 ડિસેમ્બરને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. કોરોના કાળમાં આવતાં આ તહેવારોને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. આ માટે રાજ્ય ગૃહવિભાગ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં ચર્ચ અને પ્રાથનાના સ્થળે 200 લોકોથી ઓછાં લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં કોઈ પ્રાથના કે શોભાયાત્રા કાઢી શકાશે નહીં.

કોરોનાનાં કારણે સમગ્ર રાજ્યમાં અનેક લોકો ભોગ બન્યા છે. તેવામાં કોરોનાનાં બીજા તબક્કામાં ગ્રાફ ઉપર જતા સમગ્ર રાજ્યમાં કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતીઓ મોજ શોખ માટે જાણીતા છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરના નામે કોઈએ નિયમ તોડ્યો તો તેને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ગઈ છે. તેની સાથે શહેરના અડીને આવેલા ફાર્મ હાઉસમાં તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પોલીસ વોચ ગોઠવી દીધી છે. અને પાર્ટીની જગ્યાએ આયોજક અને મહેમાન તમામને નિયમ ભંગ બદલ પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે.

આ વર્ષે એસજી હાઇવે પર નહીં થાય 31મી ડિસેમ્બરની ઊજવણી
અમદાવાદ શહેરમાં જે રીતે દર વર્ષે માર્ગો પર લોકો ભેગા થતા હતા. મોડી રાત સુધી શહેરના એસજી હાઇવે અને તેને અડીને આવેલા ક્લબ અને ફાર્મ હાઉસમાં 31મી ડિસેમ્બરની ઊજવણી થતી હતી. તે આ વખતે નહિ થાય. આ અંગે શહેરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છેકે, હાલ કોરોનાનાં કારણે શહેરમાં કરફ્યૂ છે અને આ વખતે કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળી છે.

અમદાવાદને અડીને આવેલા ફાર્મમાં વોચ ગોઠવાશે
બીજી તરફ આ વખતે અમે પોલીસને ખાનગી કપડાં અને ખાનગી વાહનોમાં અમદાવાદને અડીને આવેલા ફાર્મમાં વોચ ગોઠવવા કહેવામાં આવ્યું છે. જેની સાથે જો આ વખત 3 કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં પહોંચશે કે કોઈ નશો કરેલી હાલતમાં દેખાશે તો તેની આ વખતે ખેર નથી.

31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ
શહેરમાં 31મી ડિસેમ્બરની પાર્ટી અને પરમિશન અંગે શહેર પોલીસના કન્ટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે, આ વખતે પેડેમિક સ્થિતિના કારણે કોઈને પણ પરમિશન આપવામાં આવી નથી. તેની સાથે 31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ રાખવામાં આવી છે. તેની સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ પર વોચ રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *