સુરતમાં ગુમ થયેલ માસુમ બાળક લોહીલુહાણ અવસ્થામાં મળી આવતાં થયો મસમોટો ખુલાસો

સમગ્ર રાજ્યમાં તો ગુનાઓના પ્રમાણમાં સતત વધારો તો થઈ જ રહ્યો છે ત્યારે આની સાથે જ સમગ્ર સુરત શહેરમાં પણ આવી ઘટનાઓમાં સતત વધારો થઈ…

સમગ્ર રાજ્યમાં તો ગુનાઓના પ્રમાણમાં સતત વધારો તો થઈ જ રહ્યો છે ત્યારે આની સાથે જ સમગ્ર સુરત શહેરમાં પણ આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર શહેરમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે નાની બાળકીઓ અને મહિલાઓની છેડછાડ અથવા તો દુષ્કર્મની ઘટનાઓ તો સામે આવતી જ હતી.

જો કે, બાળકીની સાથે હવે બાળકો પણ સુરક્ષિત નથી તેવી એક ઘટના સામે આવી છે. સુરતમાં આવેલ સમશીન વિસ્તારમાં રહેતા પરિવારનું બાળક અચાનક બપોરે ગુમ થયા પછી આજે લોહીલુહાણ અવસ્થામાં મળી આવ્યો હતો. જો કે, પરિવાર બાળકને લઈ સારવાર અર્થે નવી સિવિલ પહોંચ્યા પછી આ બાળકની સાથે કોઈ હવસખોરે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાનું બહાર આવતા હોબાળો મચી જવા પામ્યો હતો.

મળી રહેલ જાણકારી પ્રમાણે સુરતમાં આવેલ સચિન વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારનો 3 વર્ષીય દીકરો ઘર બહાર રમતો હતો. આ દરમિયાન અચાનક ગુમ થઈ જતાં પરિવારે તપાસ કરતા બાળક 2 કલાક બાદ મળી આવ્યો પરંતુ બાળક લોહી લુહાણ અવસ્થામાં મળી આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

તાત્કાલિક બાળકને સારવાર અર્થે સીવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, સારવાર પછી બાળકની સાથે કોઈએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ છે, તેવું સામે આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે, બાળકને પૂછતાં બાળકે માતાને જણાવ્યું હતું કે, અપને ઘર કે નીચે રહેતે અંકલ મુજે રૂમ મેં લે ગયે થે ઓર મેરે સાથ ગંદા કામ કિયા હૈ’.

આવું સાંભળતાં માતા-પિતા ચોકી ઉઠ્યા હતા. બાળકે માતાને કહ્યું હતું કે, બિસ્કિટ આપવાનું કહીને પોતાની રૂમમાં લઇ જઈને ગંદુ કામ કર્યું હોવાનું પરિવારે જાણ કરી હતી. જો કે, પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડી નરાધમ પાડોશીની વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે હવસ ખોર યુવાનને પકડી પાડ્યો હતો.

જયારે પૂછપરછ કરતા આરોપીએ પોલીસને જોઈ જણાવ્યું હતું કે, સાહેબ મુજ સે બહુત ગંદા કામ હો ગયા હે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એક મહિના અગાઉ પણ આરોપી આ જ બાળકને પોતાના રૂમમાં લઈ ગયા પછી ગણતરીની મિનિટોમાં મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *