આજે સમગ્ર વિશ્વમાં ક્રિસમસનાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેકવિધ લોકો પોતપોતાની રીતે સેલિબ્રેટ કરવાના પ્રયત્નો કરતાં હોય છે. તેવા સમયમાં માઈન્ડફુલ કોચ તથા કુલ 3 બાળકોની માતા હોલી બાર્બર ક્રિસમસ પર પોતાના હાથે બનેલી ભેટ લોકોને બનાવવાની સલાહ આપી રહ્યાં છે.
હોલી 29 વર્ષની છે જયારે તેનો પતિ જોશ કોટ્રેલ 32 વર્ષનો છે. જો કે, કેટલાંક લોકો ભેટ આપવાના તેના અંદાજ પરથી તેને કંજૂસ કહેતાં હોય છે, પણ હોલીને આ વાતની કઈ ચિંતા નથી. કારણ કે, કોરોના જેવા કપરાં સમયમાં પૈસા બચાવવા સૌથી વધુ જરૂરી છે.
હોલીએ જણાવ્યું હતું કે, ફક્ત રૂપિયાની બચત કરવા નહિ પરંતુ પર્યાવરણ બચાવવા માટે પણ ક્રિસમસ ગિફ્ટ પેપરને બદલે ફેબ્રિકમાં પેક કરવું જોઈએ. આની માટે જાપાની આર્ટ ફૂરોશિકીનો ઉપયોગ કરી શકાય છે. હોલી ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવાને બદલે સ્ટિકસ ડેકોરેટ કરે છે.
આની સાથે જ પ્લાસ્ટિક ફ્રી પેકેટમાં વિગન ફૂડ સર્વ કરવામાં આવે છે. હોલીના 3 બાળકો છે. આ બાળકોને પણ ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ વિશે જણાવે છે કે, જેથી તેનું મહત્ત્વ જાણી શકે. હોલી જણાવતાં કહે છે કે, ક્લાઈમેટ ચેન્જને લઈ છેલ્લા ઘણા સમયથી ચિંતામાં વધારો થઈ ગયો છે.
જેથી હું મારા બાળકોના ભવિષ્ય વિશે પણ ચિંતિત છે. છેલ્લા 2 વર્ષથી તે વેસ્ટ ખુબ ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે. તે કપડાંમાંથી બનાવવામાં આવેલ નેપકિન બીજીવખત ઉપયોગમાં લે છે. પરિવાર માટે પણ સેકન્ડ હેન્ડ કપડાં જ ખરીદે છે. તેના બાળકોના રમકડા પણ પ્લાસ્ટિકને બદલે લાકડાંમાંથી બનાવવામાં આવેલ છે.
આ વર્ષે જુલાઈ મહિનાથી તેણે એક ઇન્સ્ટાગ્રામ ચેલેન્જની શરુઆત કરી હતી. જેનાં પર તે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની સલાહ આપી રહી છે. તે ઝીરો વેસ્ટ ક્રિસમસની ઉજવણી કરે છે. કેટલાંક લોકો તેની સાથે આ પહેલમાં જોડાયા છે. તેઓ ક્રિસમસ પર હાથેથી બનાવવામાં આવેલ પ્લાસ્ટિક ફ્રી વસ્તુઓ ગિફ્ટ કરે છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle