અમેરિકા દેશમાં અત્યારે ક્રિસમસ તેમજ ન્યૂ યરની ઉજવણી જોર-શોરથી થઇ હતી. આ દરમિયાન ત્યાં એક ધમાકાનાં સમાચાર બહાર આવ્યા છે. પોલિસને ધમાકાનુ કારણ હાલ સુધી જાણવા મળ્યું નથી પણ દૂર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ કહેવામાં આવી રહ્યા છે. એમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. ઉપરાંત, ધમાકા પછી ઘણી વાર સુધી સિટી સેન્ટર ઉપર ધૂમાડાનાં ગોટા જોવા મળ્યા તેમજ વિસ્તારમાં અફડા-તફડ઼ીનો માહોલ સર્જાયો.
અમેરિકી મીડિયાનાં કહ્યા અનુસાર અમેરિકાનાં ટેનેસી પ્રાંતનાં નેશવિલ શહેરનાં લોકો ક્રિસમસની ઉજવણીનાં મગ્ન હતા તે સમયે સવારે 6 વાગ્યે ત્યાં જોરદાર ધમાકો થયો. જેનો અવાજ માઈલો સુધી સાંભળવામાં આવ્યો. બનાવની માહિતી મળતા જ પોલિસ ટીમ તેમજ ફાયર બ્રિગેડ પણ ત્યાં પહોંચ્યા. આમાં બનાવ સ્થળે એમને ત્રણ લોકો મળ્યા જેમને પાસેની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘાયલોની સ્થિતિ હાલ સ્થિર જણાવાઈ રહી છે. ઉપરાંત, બનાવની ગંભીરતાને જોતા FBIની ટીમ પણ પહોંચી ગઈ હતી. તેની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ બનાવની માહિતી આપવામાં આવી.
ધમાકા પછી પોલિસ ડિપાર્ટમેન્ટે પ્રેસ કૉન્ફનરન્સ બોલાવી. પોલિસ અધિકારીઓનાં કહ્યા અનુસાર ઈમરજન્સી સેવાઓ પાસે સવારે 6 વાગ્યે ફોન આવ્યો એમાં ગોળીબારની વાત કહેવામાં આવી. ત્યાં જ્યારે પોલિસ ટીમ પહોંચી તો એમને એક શંકાસ્પદ કાર મળી. એ પછી બો્મ્બ નિરોધી સ્કવૉડે પણ બોલાવવામાં આવી. થોડી વખત પછી એ કારમાં ધમાકો થયો. પોલિસનુ જણાવું છે કે, આ ધમાકો જાણીજોઈને કરવામાં આવ્યો. ઉપરાંત, આલ્કોહોલ, ટોબેકો તેમજ ફાયરઆર્મ્સ બ્યુરોનાં તપાસકર્તાઓની પણ એક ટીમ બનાવ સ્થળે પહોંચી તેમજ સેમ્પલ સીધા પણ હાલ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. એવામાં પોલિસને હાલ સુધી ધમાકાનું સાચુ કારણ જાણવા મળ્યું નથી.
નજરે જોનાર સાક્ષીએ જણાવી આખી કહાની એક સ્થાનિક નાગરિકનાં કહ્યા અનુસાર તે ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યો હતો તે સમયે અચાનક જોરદાર ધમાકો થયો. જેનાં લીધે તેનાં ઘરની બારીઓ તૂટી ગઈ. તેણે જણાવ્યું કે, તે મોટા બૉમ્બ ધમાકા જેવો ધમાકો લાગ્યો હતો. જ્યારે તેણે બહાર જઈને જોયુ તો અમુક ઈમારતો, વાહનો તેમજ વૃક્ષો ક્ષતિગ્રસ્ત થયા હતા. ઉપરાંત, ઘણા લોકોએ આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે એમાં ઈમારતો તેમજ કાટમાળ પડતો દેખાઈ છે.
Footage from the scene on 2nd Ave North as multiple agencies continue to work and investigate an explosion from earlier this morning. pic.twitter.com/5g40RhwNNl
— Nashville Fire Dept (@NashvilleFD) December 25, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle