એક કેર હોમમાં કોવિડ-19 સંક્રિમત સાન્તા ક્લોઝ આવવાને લીધે અહીંયા રહેનારા 121 લોકો તેમજ 36 સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે. બાદ કોરોના સંક્રમિત થનારા લોકો 18 લોકોનાં મૃત્યુ પણ થયા છે. આ બનાવ બેલ્જિયમની છે. ડેઈલી મેલનાં રિપોર્ટ મુજબ, 2 સપ્તાહ અગાઉ સાન્તા ક્લોઝ તેનાં ઘણા સાથીની સાથે બેલ્જિયમનાં એન્ટવર્પનાં કેર હોમમાં પહોંચી ગયા હતા. પ
છીથી કોરોનાનાં કેસ વધતા સાન્તા ક્લોઝને સુપર સ્પ્રેડર જાહેર કર્યો હતો. 24 તેમજ 25 ડિસેમ્બરનાં દિવસે કેર હોમમાં રહેતા 5 લોકોનાં મૃત્યુ થયું હતું. જ્યારે બીજા એક વ્યક્તિને ઓક્સીજન પર રાખવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, કેર હોમમાં આવ્યા બાદ સાન્તા ક્લોઝ પોતે કોવિડ-19 પોઝીટીવ આવ્યો હતો.
સ્થાનિક મેયર વિમ કીયર્સે જણાવ્યું છે કે, કેર હોમ માટે તે કાળો દિવસ હતો. આવનારા 10 દિવસ પણ મુશ્કેલીભર્યા રહેશે. સાન્તા ક્લોઝનાં કેર હોમમાં આવવામાં બધા નિયમોનું પાલન હતું. પણ બાદ તેમણે જોયેલા ફોટાને આધારે જણાવ્યું હતું કે, ત્યાં કોઈ નિયમોનું પાલન કર્યું ન હતું.
જોકે બેલ્જિયમનાં એક પ્રમુખ વોયરોલોજીસ્ટ માર્ક વેન રેન્સ્ટે જણાવ્યું છે કે, તેમને શંકા છે કે, સાન્તા ક્લોઝને કારણે જ મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે. એમણે કેર હોમનાં ખરાબ વેન્ટિલેશનને પણ કોવિડ-19 ફેલાવવા માટે જવાબદાર ઠેરવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસો સતત વધ્યા છે. કોવિડ-19ની વેક્સીનની પરવાનગી મળી હોવા છત્તાં પણ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે, જેણે લોકોની ચિંતા વધારે છે. કેનેડા તેમજ અમેરિકામાં પણ કોરોનાનાં કેસ સતત વધે છે, જેને પગલે નવા વર્ષની ઉજવણી પર રોક મૂકવામાં આવી છે, જ્યારે કેનેડાનાં ટોરન્ટો તેમજ તેની આજુબાજુ લોકડાઉન લાગૂ કરાવ્યું છે.
ભારત દેશમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તેની સાથે જ સરકારે વેક્સીન માટેનું કામ પણ ફૂલ જોરમાં ચાલુ કર્યું છે. PM મોદી કોરોનાની વેક્સીન દેશનાં બધા નાગરિકો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારો સાથે બધી વાતોની ચર્ચા કરે છે તેમજ બને તેટલું જલદી કોરોના વેક્સીન લોકો સુધી પહોંચાડે એવી વ્યવસ્થા કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle