ગુજરાત રાજ્યમાં ક્રાઇમનાં બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. તે સમયે લોહીનાં સંબંધોની કોઈ કિંમત રહી ન હોય એવું લાગે છે કેમ કે, પરિવારનાં સભ્યએજ પરિવાર જનોને મારી નાખ્યો હોવાનાં બનાવો બહાર આવ્યો છે તેમજ આવો જ એક બનાવ વડોદરા શહેરમાં બહાર આવ્યો છે. એમાં પુત્ર એ અગાઉ માતાની હત્યા કરી એ પછી ઘરની પાછળની બાજુમાં રહેલા મેદાનમાં માતાની લાશને સળગાવી તેમજ લાશની બાજુમાં ઊભા રહીને હાથ જોડીને ઓમ નમઃ શિવાયનાં જાપ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હત્યા કરનારા પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
મળેલ રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરનાં ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબે નગરમાં 27 વર્ષીય દિવ્યેશ બારીયા એની જ માતાની સાથે રહેતો હતો. દિવ્યેશ ડ્રાઇવિંગનું કામ કરતો હતો તેમજ એનાં નશો કરવાની આદત હતી. સોમવારનાં દિવસે દિવ્યેશે રોષે ભરાઇને કાચનાં ટુકડાથી તેની માતાનાં છાતીનાં ભાગ ઉપર મારીને માતાની હત્યા કરી હતી તેમજ એ પછી તેણે માતાની લાશને ઘરની પાછળ આવેલા મેદાનમાં જઈને સળગાવી દીધી હતી. એ પછી લાશ નજીક 2 હાથ જોડીને ઓમ નમઃ શિવાયનાં જાપ પણ કર્યા હતા.
આ બનાવ અંગેની જાણ આજુબાજુ સ્થાનિક લોકોને થતા લોકોનાં ટોળા બનાવ સ્થળ પર ભેગા થયા હતા તેમજ આખા બનાવની જાણ મૃતકની દીકરી તેમજ પોલીસને કરી હતી. જેથી વડોદરા શહેરમાં રહેતી દિવ્યેશની બેન તેમજ એનો પતિ તરત બનાવ સ્થળ પહોંચી ગયો હતો. દિવ્યેશની સજ્જને ઘરે પહોંચીને દરવાજો ખખડાવ્યો પહેલા દિવ્યેશે દરવાજો ન ખોલ્યો તેમજ એ પછી દરવાજો ખોલ્યો હતો એટલે સજ્જને ભાઈને પૂછ્યું હતું કે, મમ્મી ક્યાં છે તે સમયે દિવ્યેશે બહેને જણાવ્યું કે, મે મમ્મીને મારી નાંખી છે તેમજ ઘરનાં પાછળનાં ભાગમાં સળગાવી દીધા છે. બહેને દિવસને માતાની હત્યા કરવા માટેનું કારણ પૂછતાં તેને જણાવ્યું હતું કે, પિતાએ રાતે સપનામાં આવીને જણાવ્યું હતું કે, મમ્મીને ઉપર મોકલ તેથી મેં તેને મારી નાંખી છે.
બનાવને પગલે પોલીસ ટુકડી બનાવ સ્થળે પહોંચી ગઈ હતી તેમજ પોલીસ દ્વારા માતાની હત્યા કરતા પુત્ર દિવ્યેશની ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસે બનાવ સ્થળે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, દિવ્યેશે માતાની હત્યા કરીને રાતે લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઠંડીને લીધે મૃતદેહ પૂરો સળગ્યો ન હતો, જેનાં લીધે અડધી લાશ સળગતા દિવ્યેશે માતાની લાશ પર પતરા નાંખી દીધા હતા. આ બનાવમાં ખાસ વાત એ છે કે, દિવ્યેશે માતાની હત્યા કર્યા પછી તેને ભાગવાનો પ્રયત્ન કર્યો ન હતો.
આ આખા બનાવનાં પગલે ગોત્રી પોલીસ સ્ટેશનનાં પીઆઈ એસ.વી. ચૌધરીએ કહ્યું હતું કે, દિવ્યેશને દારૂનો નશો કરવાની ટેવ રહેલી છે તેમજ તેને આ બાબતે માતા સાથે ઘણી વાર ઝઘડો થતો હતો તેમજ તેને આ ઝઘડામાં માતાની હત્યા કરી હતી. હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ કાચનાં ટુકડા પણ બનાવ સ્થળેથી મળેલ છે તેમજ એનાં હાથ પર લોહીનાં નિશાન પણ મળ્યા છે.
પોલીસને વધારે જાણવા મળ્યું હતું કે, દિવ્યેશનાં પિતાનું 6 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું તેમજ તેઓ પૂર્વ મેયર દલસુખ પ્રજાપતિની કારનાં ડ્રાઈવર હતા. પોલીસ પૂછપરછમાં દિવ્યેશે કહ્યું હતું કે, મારામાં શંકર ભગવાન આવ્યા છે એટલે મારાથી તેને ઘરમાં ન રખાય એમ નથી એટલા માટે મેં માતાની હત્યા કરી નાંખી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle