ગુજરાત: બે ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત – ઘટના સ્થળે જ 2 વ્યક્તિના મોત

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વળી હાલમાં તહેવારોની સીજનમાં લોકો ફરવા માટે પણ બહાર નીકળતા હોય છે. જેના કારણે મોટાભાગના અકસ્માતો…

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વળી હાલમાં તહેવારોની સીજનમાં લોકો ફરવા માટે પણ બહાર નીકળતા હોય છે. જેના કારણે મોટાભાગના અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે અજ રોજ આવી જ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આલોપોર ગામ પાસે બે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ચીખલીથી મુંબઈ જતા એક્સિડન્ટ, 2 વ્યક્તિના કરુણ મોત
ચીખલી નજીક આલીપોર ગામ પાસે આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર એક ટેમ્પો, અને 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. ચીખલીથી મુંબઈ જતા માર્ગ પર ટ્રક ચાલકે ગફલત ભરી રીતે વાહન હાંકતા અકસ્માત થવા પામ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિના કરુણ મોત થયા છે.એક વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ:
અકસ્માતમાં મોતને ભેટેલમાં -રીતેશ રામુભાઈ આહીર (ઉ.વ.આ.25) રહે. મંદિરગામ આહીરવાસ જલાલપોર અને બીજા મૃતક કિશન ભગુભાઈ હળપતિ રહે. મંદિરગામ બધીયા ફળીયું જલાલપોરનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *