ફરીએકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ, જાહેરમાં જ ચપ્પુના ઘા જીકીને કરી મહિલાની હત્યા

ગુજરાત રાજ્યનાં સુરત શહેરમાં અવાર નવાર ખૂની ખેલ સર્જાતા રહે છે. તેવા સમયમાં અત્યારે ફરી એક ખૂની ખેલ સુરતમાં સર્જાતા હાહાકાર મચી ગયો છે. નજીકના લોકોની માથાકૂટ દરમિયાન મહિલાની હત્યા કરીને હંગામો મચી ગયો હતો.

સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં મેઇન રોડ પર ઝૂંપડપટ્ટીમાં એક મહિલાની હત્યા થતાં હંગામો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. રવિવારે સહારા દરવાજા મેઇન રોડ પર ઝૂંપડપટ્ટીમાં લડત દરમિયાન એક મહિલા પર ગળાના ભાગે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ગળા પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડનારી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાની હત્યાના કારણે સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની માહિતી મળતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મહિલાની ડેડબોડી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

પોલીસે ઘટના સ્થળેથી લોકોની પુછપરછ શરૂ કરી હતી અને જે વ્યક્તિએ છરાબાજી કરી હતી તેની તપાસ શરૂ કરી હતી. હજુ સુધી હુમલા પાછળનું જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા મહિલાની લાશને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *