દેવભૂમિ દ્વારકામાં MLA મનમાની કરતા હોવાનું કહીને મહિલાએ ઝેરી દવા ગટગટાવી

ગુજરાતમાં અવાર-નવાર આપ્ઘ્તાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકામાંથી સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા ના…

ગુજરાતમાં અવાર-નવાર આપ્ઘ્તાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકામાંથી સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા ના રેટા કાલાવડ ગામે 1 હજાર થી વધુ ગ્રામજનો સાથે બે ધારાસભ્યો આજે ઉપવાસ પર બેસતા મામલો ગરમાતા પોલીસ અને અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે જ રોડ રસ્તા મુદ્દે એક મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ થતા મામલો ગરમાયો હતો મહિલા ને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા ના રેટા કાલાવડ ગામ તથા ફોટ ગામને જોડતો રસ્તો વર્ષો જૂનો હોઈ જે રસ્તા પર એક ખેડૂતે દબાણ કર્યું હોય રસ્તો બંધ કરી દીધાના આક્ષેપ સાથે ખંભાળીયા અને ભાણવડ વિધાનસભા – 81 બેઠક ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કાલાવડ ના પ્રવીણ મુછડીયા આશરે 1 હજાર જેટલા સ્થાનિકો સાથે ઉપવાસ પર બેસતા મામલો ગરમાયો હતો.

100થી વધુ કર્મચારીઓ છે તો કંપનીઓ માટે મોદી સરકાર લાવી રહી છે આ નિયમ
પર્સમાં રહેલો 1 રૂપિયાનો સિક્કો બનાવી દેશે તમને માલામાલ, 5 લાખથી 67 કરોડ રૂપિયા મેળવવાની તક
અમને 5 વર્ષ આપી દો, 70 વર્ષની બરબાદી હટાવી દઈશું : ખડગપુરની રેલીમાં PM મોદીનો વાયદો
ખેડૂત મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા મામલો વધુ ગરમાયો

રોડ રસ્તો બંધ કરી દેવાના મુદ્દે ઉપવાસ પર બેસેલા બંને ધારાસભ્યો વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં હાજરી આપવાની જગ્યાએ આજે ઉપવાસમાં હાજરી આપી હતી તો સામા પક્ષે ખેડુતે પણ કોઈ દબાણ કર્યું ન હોઈ માપણી મુજબની પોતાની જમીન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ પોલીસ અને અધિકારીઓએ રસ્તા ખુલ્લો કરવા દબાણ કરતા એક ખેડૂત મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા મામલો વધુ ગરમાયો હતો.

ધારાસભ્યના પી.એ દ્વારા રાજકીય દબાણ
વૃદ્ધ મહિલાએ અધિકારીઓ દાદાગીરીથી કામ કરાતા હોવાના આક્ષેપ સાથે દવા પી લેતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ખેડૂતે પણ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યના પી.એ દ્વારા રાજકીય દબાણથી આ રસ્તો ખુલ્લો કરવાની કોશિશ થઈ રહી છે ખેડૂતે પણ પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખેડૂતની પોલીસે અટકાયત કરી હતી અને બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે.

કોણ સાચું કોણ ખોટું?
કોણ સાચું કોણ ખોટું એ DLR ના અધિકારીઓ જમીન પર આવી સ્થળ તપાસ કર્યા બાદ જ ખબર પડે એમ છે ત્યારે માપણી વિના રસ્તો ખુલ્લો કરવામાં આવતા ખેડૂત પરિવારે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારતા મામલો વધુ ગરમાયો છે. એક તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છતાં પણ મહિલા એ ઝેરી દવા પી લેતા અને રોડ રસ્તા ના મુદ્દે રાજકારણ ગરમાયુ હતું ત્યારે આગામી સમય માં વધુ ઉગ્ર બને અને આંદોલન નું ગંબહોર પરિણામ પણ આવે તો નવાઈ નહિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *