આણંદની કરુણ ઘટના: 7 વર્ષના બાળકે ગુમાવ્યો જીવ, કારણ જાણીને આંસુ નહીં રોકી શકો

ઉત્તરાયણનાં તહેવાર પર દોરીને કારણે લોકોના મોત થતાં હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક આવી જ ઘટના આણંદના બોરસદમાંમાંથી સામે આવી રહી છે. ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરી જીવલેણ બની છે. થોડા દિવસો બાદ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ચીનની સાથે ચાલી રહેલ તણાવને લીધે ચાઈનીઝ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે એમ છતાં કોઈ વ્યક્તિ દોરીની ઘુસણખોરી કરતો હોય એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

14 જાન્યુઆરી એટલે કે, હવે ટૂંક જ સમયમાં ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણ નજીક હોય પહેલા ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. આણંદના બોરસદમાં પતંગની દોરી વાગી જતા 7 વર્ષના બાળકનું મોત થયું છે. જોકે આ ઘટના બાદ ઇમરજન્સી 108 વાન સમયસર ન પહોંચતા બાળકનું મોત થયું હતું.

તો થોડા દિવસ અગાઉ સુરતમાં પતંગ પકડવાની લ્હાયમાં ધાબા પર પગ લપસી જતા બીજા માળેથી પટકાતા મોત નિપજ્યું હતું. ત્યારે ઉત્તરાયણના તહેવારોમાં સાવચેતી ન રાખીએ તો દર વર્ષે પતંગ ચગાવવાની મજામાં કરૂણંતિક ઘટનાઓ પણ બનતી રહે છે. તેથી સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે.

આણંદના બોરસદમાં સૂર્ય મંદીર રોડ પર પતંગની દોરીથી બાળકનું ગળુ કપાયું હતું. પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકને કાચનો માંજો પાયેલી દોરીના કારણે ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તો 108 એમ્બ્યુલન્સ વિલંબથી પહોચતા સમયસર સારવાર ન મળી શકી. જેને લઇને બોરસદના ફતેહપુર વિસ્તારના મીરઝા સહદ નામના બાળકનું મૃત્યુ થયું હતું.

આણંદના બોરસદમાં સૂર્ય મંદીર રોડ પર આ અરેરાટીભરી ઘટનાથી નાગરિકો સ્તબ્ધ થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિકો આક્રોશે ભરાયા હતા કે, 108 એમ્બ્યુલન્સ મોડી આવતા ઇજાગ્રસ્ત બાળકને સમયસર સારવાર મળી નહોતી. આ ઘટનાને 45 મિનિટ વીતી ગયા બાદ પણ 108 એમ્બ્યુલન્સ પહોંચી નહોતી. આ ઘટનાને લઇને સમગ્ર બોરસદમાં આક્રોશ ફેલાયો છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ રાજકોટના ઓ.પી રોડ પર સામે આવી છે. રાજકોટના ઓ.પી રોડ પર આવેલી શિવનિકેતન સોસાયટીમાં રહેતો એક યુવક સાતમાં માળેથી સેલ્ફી લઇ રહ્યો હતો. તે સમયે તેના પગમાં પતંગની દોરી આવી હતી અને તે સેલ્ફી લેતા સમયે સાતમાં માળેથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજા થઇ હોવાના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *