નશામાં ધુત કારચાલકે વ્યક્તિને અડફેટે લીધા બાદ સૈનિક મૃતદેહને લઈ પહોંચ્યો પોલીસ સ્ટેશન અને પછી…

અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર દારુ પી ને અથવા તો નશો કરીને અકસ્માત સર્જતા હોય છે ત્યારે આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. નશો શું નથી કરાવતો! નશામાં બોળાયેલી વ્યક્તિ કંઈ પણ કરી બેસતો હોય છે.

ઘણીવાર તો દારૂ પીવા માટે લોકો 10-20 રૂપિયા ન આપવા બદલ માતા-પિતાની હત્યા કરી બેસતા હોય છે અથવા તો લોકો પોતાની પત્નીની પણ હત્યા કરી નાખતા હોય છે. નશાની લતવાળી વ્યક્તિ શું કરી બેસતાં હોય છે તેની તેને જ જાણ હોતી નથી.

ઘણીવખત એવું બનતું હોય છે કે, નશામાં તેણે કંઈકને બોલી દીધું હોય અથવા તો બીજું કંઈક કર્યું હોય તેમજ નશો ઉતર્યા પછી તમે કહો કે ભાઈ તે આમ શા માટે કહ્યું કે કર્યુ? તો તેને એ વાતની જાણ જ નહીં હોય. કેટલાક લોકો તો નશામાં જ વાહનો ચલાવતા હોય છે જેથી એમણે તેનું પરિણામ ક્યારેક તેને અથવા તો નિર્દોષ લોકોએ ભોગવવું પડતું હોય છે.

નશામાં ધૂત ભૂતપૂર્વ સૈનિકે પોતાની કારથી એક શખ્સને અડફેટે લીધો હતો જેને લીધે તેનું મોત ઘટનાસ્થળ પર થયું હતું. ત્યારપછી ભૂતપૂર્વ સૈનિક શવને કાંધ પર ઉઠાવીને 2 કિમી સુધી પગપાળા ચાલ્યો હતો તેમજ પોલીસ સ્ટેશને પહોંચીને મૃતદેહ ત્યાં મૂકી દીધો હતો.

આ ઘટના છત્તીસગઢમાં આવેલ બલરામપુર જિલ્લામાંથી સામે આવી રહી છે. બલરામપુર જિલ્લામાં આવેલ વાડ્રાફનગર વિકાસખંડમાં સર્જાયેલ માર્ગ અકસ્માતની ઘટનાએ લોકોને હેરાનીમાં મુકી દીધા છે. પોતાની કારની ટક્કરથી મૃત પામેલ યુવકને કાંધ પર લઈને 2 કિમી પગપાળા ચાલતા કાર માલિક પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.

નશામાં ધૂત કાર માલિકે મદદ કરવાં માટે પહોંચેલી 108ના કર્મચારીઓને પણ મૃતદેહને હાથ ન લગાવવા દીધો. આની સાથે જ મૃતદેહને કાંધ પર લઈને ચાલવા દરમિયાન લોકો પણ મૂક દર્શક બની રહ્યા હતાં. ગુરુવારની સાંજે અંદાજે 4 વાગ્યે ભૂતપૂર્વ સૈનિક લાલમન સિંહ મરાવીએ પગપાળા જઈ રહેલ યુવકને પહેલા કારથી જોરદાર ટક્કર મારી હતી.

કારની સાથે જોરમાં ટક્કર થવાને લીધે યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેથી ભૂતપૂર્વ સૈનિકે યુવકના શવને 2 કિમી કાંધ પર મૂકીને પોલીસ સ્ટેશને લઈ જઈને મૂકી દીધું હતું. પ્રત્યક્ષદર્શીઓનું જણાવવું છે કે, અકસ્માત સર્જાયા પછી લોકોએ 108 બોલાવી હતી.

ઘટનાસ્થળ પર પહોંચેલી એમ્બ્યુલેન્સના કર્મચારીઓએ જ્યારે મૃતકને હોસ્પિટલ લઈ જવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પણ આરોપીએ તેમને શવ ન લઈ જવા દીધું હતું. એવું કહેવામાં આવ્યું છે કે, આરોપી લાલમન સિંહ મરાવી ભૂતપૂર્વ સૈનિક છે તેમજ SBI વાડ્રાફનગર શાખામાં ગનમેનના પદ પર કાર્યરત હતો.

નશાની પ્રવૃત્તિને લીધે તેને ત્યાંથી કાઢવામાં આવ્યો હતો. વસંતપુર TI રાજકુમાર લહરે જણાવે છે કે, એક વ્યક્તિને કારથી ટક્કર મારવામાં આવી. આ દરમિયાન કેટલાક લોકોએ એમ્બ્યુલેન્સ બોલાવી હતી પણ ભૂતપૂર્વ સૈનિક દારૂના નશામાં મસ્ત થઈને એમ્બ્યુલેન્સમાં ન લઈ જઈને તેને પોતાની કાંધ પર મૂકીને પોલીસ સ્ટેશને લઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *