સુરતની કમકમાટી ભરી ઘટના: લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત

ગુજરતમાં આવેલ સુરતના ઉધના વિસ્તારમાં લિફ્ટમાં જઈ રહેલી મહિલાનું માથાના ભાગે સ્લેબ ટકરાતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક બેરિંગ સ્પેરપાર્ટસના વેરહાઉસમાં કામ કરતી હતી. શહેરના ઉધનાના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ એક બેરીંગના કારખાનામાં કામ કરતી મહિલા બેરીંગનો માલ સામાન ઉતારવા-ચઢાવવા માટે વપરાતી લિફ્ટમાં માથું આવી જતા ઘટના સ્થળે જ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના વતની અને ઉધનામાં રહેતા 46 વર્ષીય પૂરાબેન ઇન્દોરવાલાને 17 અને 8 વર્ષની બે પુત્રો અને એક પુત્રી 15 વર્ષની છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પૂરાબેન ઇન્દોરવાલા પાસે પતિ પાસે કોઈ કામ નથી અને દારૂ પીધા પછી ઘરે રકઝક કરે છે. ઘર ચલાવવા માટે પૂરાબેન ઉધનામાં જય અંબે બેરીંગ સ્પેર પાર્ટ્સ વેરહાઉસમાં કામ કરતો હતો. શુક્રવારે બપોરે 3:30 થી 4 દરમિયાન તે ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં સામાન લઈને પહેલા માળે જઇ રહી હતી.

આ લિફ્ટ સામાનને પહેલા મળે લઇ જવાનું કામ કરે છે, જોકે, ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટ હોવાથી તે ઓપન હોય છે. આ લિફ્ટ આજે સમાન લઇને પહેલા મળે ગયા બાદ, લિફ્ટ પાસે કામ કરતી મહિલા માલ લેવા જતા સમયે તેમનું માથુ અચાનક લિફ્ટ નીચે આવી ગયું હતું, આ સમયે આ મહિલાનું ધ્યાન નહિ હોવાને લઇને માથું લિફ્ટમાં આવી જતા મહિલાનું કરુંણ મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *